Rashid Khan ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર ખેલાડી:ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો

Share:

New Delhi,તા.05

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાને મંગળવારે ટી-20 ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો છે. તે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર બોલર બની ગયો છે. તેણે વેસ્ટ ઇન્ડીઝના ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો છે. જેને ટી-20 મેચમાં સૌથી વધુ વિકેટો લીધી હતી.

રાશિદે એમઆઈ કેપટાઉન અને પાર્લ રોયલ્સ વચ્ચે એસએસ 20 લીગના પ્રથમ ક્વોલિફાયર મેચમાં આ પરાક્રમ હાંસલ કર્યું છે  રાશિદે ટી-20 માં 633 વિકેટો લેનાર ખેલાડી બન્યો છે. 

રાશિદ ખાનનાં નેતૃત્વ હેઠળ, એમઆઇ કેપટાઉને સિઝનની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.  તેની ટીમે પ્રથમ ક્વોલિફાયરમાં એમઆઇ કેપટાઉનને 39 રનથી હરાવ્યું હતું.  અફઘાનિસ્તાન સ્ટાર સ્પિનર રાશિદ ખાને મેચ દરમિયાન 33 રને બે વિકેટ લીધી હતી.

જેનાથી રાશિદ ખાનની 161 ટી-20 આંતરરાષ્ટ્રીય વિકેટ થઈ હતી, જ્યારે તેણે ઘરેલું અને ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં 472 વિકેટો લીધી છે. તે સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, એડિલેડ સ્ટ્રાઈકરો, સસેક્સ શાર્ક અને ટ્રેન્ટ રોકેટ સાથે ફ્રેન્ચાઇઝ ક્રિકેટમાં રમ્યો છે.

રાશિદ ખાને તેની 461 મી મેચમાં 633 વિકેટો લઈને બ્રાવોનો રેકોર્ડ તોડ્યો છે , જ્યારે ડ્વેન બ્રાવોએ 582 મેચમાં 631 વિકેટો લીધી હતી.  ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાની દ્રષ્ટિએ વેસ્ટ ઇન્ડીઝના સુનિલ નરેન ત્રીજા ક્રમે છે. તેણે 574 વિકેટો લીધી છે.

ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટો લેનાર :-

633  – રાશિદ ખાન
631  – ડ્વેન બ્રાવો
574  –  સુનિલ નરેન
531  – ઇમરાન તાહિર
492  – શાકિબ અલ હસન
466  – આન્દ્રે રસેલ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *