Rajkot,તા.4
મિલ્કત ખરીદી-માંગલીક કાર્યો માટે પોષ-મહા માસ શુભ ગણાય છે. ગત જાન્યુઆરી 2025 માસ દરમિયાન રીયલ એસ્ટેટ ઉદ્યોગની ગાડી બમબમાટ દોડી હતી. માત્ર જાન્યુઆરી માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં 13782 મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામી છે. જેના પગલે આ દસ્તાવેજોની નોંધણી ફી અને યુઝડ ડયુટીની રૂા.747999685ની આવક રાજય સરકારની તિજોરીમાં ઠલવાઈ જવા પામી છે.
જેમાં શહેરના મોરબી રોડ વિસ્તારમાં સૌથી વધુ 1666 મિલ્કતોનું વેચાણ થવા પામેલ છે. મોરબી રોડ વિસ્તારમાં મિલકતોની ખરીદી માટે છેલ્લા લાંબા સમયથી એવરગ્રીના રહ્યો છે.
મોરબી રોડ વિસ્તારમાં આ સૌથી વધુ 1666 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીમાં થતા તેની ફી અને ડયુટી પેટે આ એક ઝોનની જ રૂા.82884546ની આવક સરકારની તિજોરીમાં પડી છે. આવી જ રીતે મવડી વિસ્તારમાં પણ 1307 મિલકતોનું વેચાણ થતા તેની ઝોન-6ની સબરજિસ્ટ્રાર કચેરીમાં થવા પામી છે.
જયારે રૈયા વિસ્તારમાં 1232 રાજકોટ-3માં 863 રાજકોટ-1માં 849, કોઠારીયા વિસ્તારમાં 1016 મવામાં 798 અને રાજકોટ રૂરલમાં 709 મિલકતોની ગત જાન્યુઆરી માસ દરમિયાન વેચાણ થતા સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજની એન્ટ્રી પડી છે.
જયારે જિલ્લામાં ઉપલેટા તાલુકામાં 417, ગોંડલ તાલુકામાં 1298, જેતપુર તાલુકામાં 757 ધોરાજી તાલુકામાં 375 કોટડાસાંગાણીમાં 508 લોધીકામાં 1026, જામકંડોરણામાં 124, જસદણમાં 493, પડધરીમાં 245, વિંછીયામાં 99 તેમજ રાજકોટ રૂરલમાં 709 મિલકતોનું વેચાણ થવા પામેલ છે.
આમ રાજકોટ શહેર જિલ્લામાં ગત જાન્યુઆરી-25 માસ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં 13782 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામી છે.
જેની ફી પેટે રૂા.108016499 અને યુઝડ ડયુટી ફી રૂા.639983186 મળી કુલ રૂા.747999685ની આવક સરકારને થવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે નવી જંત્રીનો વધારો હજુ તોળાઈ રહ્યો છે.
આ દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં એસ્ટેટ ઉદ્યોગની ગાડીએ વેગ પકડી રાખેલ છે. ગત માસ દરમિયાન જિલ્લામાં 13782 મિલ્કતોનું વેચાણ થતા તેના દસ્તાવેજોની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં થવા પામી છે.