New Delhi,તા.04
2025ની પ્રથમ પ્રતિષ્ઠાભર્યા દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલના મતદાન પુર્વે ચુંટણી પંચે પાટનગર તથા તેના સંબંધીત ક્ષેત્રોમાં ભારે સુરક્ષા સહિતની વ્યવસ્થા લાદી દીધી છે.
આવતીકાલની ચુંટણીમાં ત્રિપાંખીયા જંગમાં હવે ભાજપ-શાસક આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસની ટકકર પણ રસપ્રદ હશે તેવા સંકેત છે. દિલ્હીની 70 વિધાનસભા બેઠક માટે 1.55 કરોડ મતદારો મતદાન કરશે અને હવે તા.5ના સાંજે 6 વાગ્યે મતદાન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારના એકઝીટ પોલ પર પ્રતિબંધ લાદી દેવાયો છે.
છેલ્લી ત્રણ ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ જબરી બહુમતી સાથે સતા મેળવી છે તો હવે ભાજપે 1998 બાદના દિલ્હીમાં તેના સતાના વનવાસનો અંત લાવવા તમામ તાકાત કામે લગાડી છે.
કોંગ્રેસ તેના 15 વર્ષના શાસન બાદ જે રીતે દિલ્હીની ગાદી આમ આદમી પાર્ટી સામે ગુમાવી તેમાં તેના અસ્તિત્વને નિશ્ર્ચિત કરવા માટે પણ તમામ તાકાતથી ચુંટણી લડી રહી છે. તા.8ના રોજ પરિણામ જાહેર થશે.