ચાચાવદરડા ગામે ટેન્કરમાંથી ડીઝલ ચોરીનો પર્દાફાશ, ૪૩.૭૪ લાખના મુદામાલ સાથે બે ઝડપાયા

Share:

Morbi,તા.01

માળિયા તાલુંઅકના ચાચાવદરડા ગામની સીમમાં ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કોભાંડ ઝડપી લઈને માળિયા પોલીસે બે ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી પોલીસે ડીઝલ ટેન્કર સહીત કુલ રૂ ૪૩.૭૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે

            માળિયા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોટી બરાર ગામનો દશરથ જશાભાઈ હુંબલ દેવભૂમિ દ્વારકાથી કચ્છ તરફ જતા ટેન્કરમાંથી ઓઈલ/ડીઝલ અને પેટ્રોલ ચોરી કરતો હોવાની બાતમી મળતા પોલીસે ચાચાવદરડા ગામની સીમમાં બંધ ફાર્મ હાઉસ પાસે ખરાબામાં રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ટેન્કર RJ 14 GG 3790 વાળું પડ્યું હતું અને ટેન્કરમાંથી ડીઝલ ઓઈલની ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો માળિયા પોલીસે સ્થળ પરથી આરોપી નવદીપ પુરણભાઈ દુકીયા (ઉ.વ.૨૪) અને તારાચંદ હરલાલસિંગ દુકિયા (ઉ.વ.૨૭) રહે બંને ખાવડી જામનગર મૂળ રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધા હતા

            સ્થળ પરથી એલ.ડી.ઓ ભરેલ ટેન્કર કીમત રૂ ૪૩,૦૯,૦૦૦ એલ.ડી.ઓ ભરેલ બેરલ નંગ ૦૪ અને કેરબા નંગ ૦૬ કીમત રૂ ૫૨,૨૫૦ અને 2 મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ સહીત કુલ રૂ ૪૩,૭૪,૬૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી દશરથ જશભાઈ હુંબલ રહે મોટી બરાર તા. માળિયા વાળો નાસી જતા માળિયા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *