Vadodara મનરેગાના કૌભાંડમાં સમસાબાદના સરપંચની આખરે ધરપકડ

Share:

Vadodara,તા.28

વડોદરા નજીક સમસાબાદ ગામમાં મૃત વ્યક્તિના નામે મનરેગા કૌભાંડ આચરનાર ગામના સરપંચની લાંબા સમય બાદ પોલીસે આખરે ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે મનરેગા યોજનાની અરજી અનુસંધાને નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સુચના મુજબ ટીડીઓ ઓફિસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, એક મૃત શ્રમિક ગંગાબેન રાવજીભાઇ પાટણવાડિયાના ખાતામાં રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા. અને તેની સામે મસ્ટર રોલમાં ૭૫ દિવસની તેમની હાજરી પૂરી મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૃ .૧૭,૯૨૫ જમા કરાવવામાં આવ્યા હતા.

ઉપરોક્ત વિગતોની વરણામા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ સરપંચ કિશન શનાભાઇ રાઠોડ (રહે.નવીનગરી, સમસાબાદ), કોન્ટ્રાક્ટર, ગ્રામ સેવક સહિત ચારના નામ ખૂલ્યા  હતાં. પોલીસે અગાઉ ત્રણની ધરપકડ કરી હતી જ્યારે સરપંચનું નામ ખૂલ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો અને આગોતરા જામીન અરજી કોર્ટમાં મૂકી હતી જો કે છેલ્લે મૂકેલી અરજી હાઇકોર્ટમાંથી પરત ખેંચી લીધા બાદ પોલીસે પોર બ્રિજ નીચેથી સરપંચની ધરપકડ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *