New Delhi તા.18
એકસપ્રેસ વે અને નેશનલ હાઈવે પર સફર દરમિયાન વાહનો પર લાગેલા ફાસ્ટટેગથી ટોલ કાપવામાં ગરબડની ફરિયાદો વધી રહી છે. ફાસ્ટેગમાં વધારે રકમ કપાઈ જતી હોવાની ફરિયાદો ઉઠી છે.
નવેમ્બર 2024માં ફાસ્ટેગ કંપનીઓએ ફરિયાદો બાદ 1.28 લાખથી વધુ રકમ પાછી આપી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં ખોટા ચાર્જ કપાવવાના મામલા વધ્યા છે. સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન 4.29 લાખ રૂપિયાથી વધુ રકમ પરત ચૂકવવી પડી હતી.
સપ્ટેમ્બર 2024માં સૌથી વધુ 1.73 લાખ ફાલતુ ટોલ કપાતની ફરિયાદનો કંપનીઓએ સ્વીકાર કર્યો હતો. તેમણે માન્યુ હતું કે, ગરબડ થઈ છે. અધિકારીઓ કહે છે કે હજુ પણ દર મહિને ફાલતુ રકમ કપાવાથી સવા લાખથી વધુનામામલામાં ગ્રાહકોને પૈસા પરત કરવા પડે છે.
ચાર બેન્કોના કેસ વધ્યા: બેન્કીંગ ક્ષેત્રે સાથે જોડાયેલ 12 કંપનીઓ ફાસ્ટેગની સેવા આપે છે. ફરિયાદો મામલે આઈડીએફસી ફર્સ્ટ બેન્કના સૌથી વધુ ગ્રાહકો છે.
ત્યારબાદ આઈસીઆઈસીઆઈ બેન્ક, યસ બેન્ક અને એકિસસ બેન્કનો નંબર આવે છે. ફાસ્ટેગમાં કટ થયેલી રકમ પરત આપવાના મામલામાં આ બેન્કો
વધુ છે.