Babra,તા,18
બાબરા તાલુકાના ધરાઈ- મોટા દેવળીયા માર્ગ પર કારે ત્રીપલ સવારી બાઇકને હડફેટે લેતા શ્રમિક નું મોત નીપજ્યું છે. જ્યારે ઘવાયેલા બે લોકોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. વધુ વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની ને આ હાલ બાબરા પંથકમાં રહી પેટિયું રળતા શ્રમિક પરિવારના કાશીરામભાઈ ,મનસારામ ભાઈ અને દિનેશભાઈ સહિત બાઇક લઇ કામ અર્થે ધરાઈથી દેવળિયા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી આવતી gj 1 kg 63 85 નંબરની કારે બાઇકને હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈકમાં સવાર ઉપરોક્ત ત્રણેય શ્રમિકોને લોહી લુહાણ હાલતમાં 108 મારફતે બાબરાની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગંભીર રીતે ધવાયેલા કાશીરામને મૃત જાહેર કરતા શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફેલાયું છે. આ બનાવમાં પોલીસે મૃતકના સંબંધી નસરો કોટવાલની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે