Manu Bhakar ની કિસ્મત ચમકી, જાહેરાતો માટે ડિમાન્ડ વધી

Share:

Paris,તા.03 

તાજેતરમાં ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિક્સમાં એક ભારતીય ખેલાડીઓએ ઇતિહાસ રચ્યો છે. તે છે હરિયાણાની દીકરી 22 વર્ષીય મનુ ભાકર કે જેને બે મેડલ જીત્યા છે. 10 મીટર એર પિસ્તોલ વિમેન્સ સિંગલ્સમાં તથા 10 મીટર એર પિસ્તોલ મિક્સ ઇવેન્ટમાં સરોબજીત સિંહ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક્સમાં કુલ 117 ભારતીય ખેલાડીઓ ભાગ લે છે તેમાંથી સૌથી વધુ શૂટર છે.

મનુની આ સફળતા બાદ તેની લોકપ્રિયતામાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને હવે અલગ અલગ કંપની તેને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા  માંગે છે. મનુ ભાકર ઓલિમ્પિક્સ પહેલા ફકત 20 લાખ ફી ચાર્જ કરતી હતી પરંતુ હવે તેની ફી કરોડો સુધી પહોંચી હોય તેવું જાણવા મળે છે.

મનુ દરેક એન્ડોર્સમેન્ટ માટે INR 20-25 લાખની ફી લેતી હતી પરંતુ હવે ચાર્જ 6-7 ગણો વધી ગયો છે. જે હવે INR 1.5 કરોડની રેન્જમાંનો એક સોદો પહેલેથી જ સિલ થઈ ગયો હોવાનું કહેવાય છે.

“અમને છેલ્લા 2 થી 3 દિવસમાં 40 થી વધુ ઇન્કવાયરી આવી છે. એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતો પણ તે લાંબુ ન ચાલે, જ્યારે ઓલિમ્પિક્સમાં આખું વિશ્વના ધ્યાને આવો. અમે હવે લોંગ ટર્મ ડીલ સાઈન કરી રહ્યા છીએ”, આઇ.ઓ.એસ સ્પોર્ટ્સ કંપની જે મનુ ભાકરને મેનેજ કરે છે તેના સીઇઓ નીરવ તોમરે જણાવ્યું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *