New Delhi,તા.16
વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ હવે દેશની ચુંટણી પ્રવાસી સામેજ પ્રશ્ન ઉઠાવ્યો. ચુંટણી પંચે પારદર્શક રહેવુ જોઈએ તેવી આકરી ટકોર કરી છે. પક્ષના નવા કાર્યાલયના પ્રારંભે રાહુલ ગાંધીએ જણાવ્યું કે દેશની ચુંટણી પ્રક્રિયા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે.
મહારાષ્ટ્ર-રક્ષણમંત્રી ચુંટણીમાં મતદાન કરવાયા હતા. નામ સરનામા સાથે મતદાર યાદી ઉપલબ્ધ કરાવવાનો ઈન્કાર કરાયો છે અને ચુંટણી પંચે પારદર્શક રહેવુ જોઈએ. તેઓએ કહ્યું કે અમો ફકત આરએસએસ કે ભાજપ સામે જ નહી પણ દેશની દરેક સંસ્થાઓ જેના પર ભાજપનો કબ્જો છે. તેની સામે લડી રહ્યા છીએ. અમો વ્યવસ્થા સામે પણ લડી રહ્યા છીએ.
તેમણે દાવો કર્યો કે, મહારાષ્ટ્ર ચુંટણીમાં પણ કંઈક ખોટુ થયુ છે. લોકસભા અને ધારાસભા ચૂંટણી વચ્ચે 1 કરોડ મતદારો વધી ગયા તે પણ આશ્ચર્ય છે. ચુંટણી પંચ મતદાર યાદીને પારદર્શક બનાવવા માટે શા માટે ઈન્કાર કરે છે. અમોને આ માટે મતદાર યાદી ન આપીને તેઓ કયાં ઉદેશ પુરો પાડે છે. પારદર્શી થવું એ ચુંટણીપંચનું કર્તવ્ય છે.