New York,તા.16
ભારત સહિત અનેક દેશોમાં કોર્પોરેટ-ટાર્ગેટ અને શેરબજારમાં શોર્ટ સેલીંગની એક સમયે જાણીતી બન્યા બાદ ભારતમાં ખાસ કરીને અદાણી ગ્રુપને નિશાન બનાવી શેરબજાર અને નાના ઈન્વેસ્ટરને પણ હચમચાવી દેનાર અમેરિકી કંપની હીડનબર્ગ બંધ થઈ ગઈ છે.
ધ વોલ સ્ટ્રીટ જર્નલને એક મુલાકાતમાં હીડનબર્ગના સ્થાપક, સંચાલક નથાન એન્ડરસને કંપનીને બંધ કરવા પાછળ તેના વ્યક્તિગત કારણો જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું કે હવે હું મારા શોખ પુરા કરવા, મારા મંગેતર અને અમારા બાળકો સાથે દુનિયા જોવા માંગું છું.
તેણે દાવો કર્યો કે ભવિષ્ય માટે તેણે પુરતા નાણા કમાયા છે અને તેના આ નાણા હવે ઈન્ડેકસ ફંડ અને અન્ય જોખમી શ્રેણીમાં રોકાણ કરીને તેમાંથી કમાણી કરશે તેની કંપનીના જે સાથીઓ છે તેને આગળ વધવા તે મદદ કરશે અને અન્ય લોકો જે હવે સ્વતંત્ર એજન્ટ છે અને તેઓ અન્ય સાથે જોડાઈ શકે છે તેઓ તમામ પ્રભાવશાળી છે અને જેઓ તેને રાખવા માંગતા હોય તેઓ મારો સંપર્ક કરી શકે છે.
તેમણે કહ્યું કે, ગત વર્ષ જ તેના પરિવાર-મિત્રો અને તેની ટીમ સાથે આ વિચારની ચર્ચા કરી હતી અને પછી મે હીડનબર્ગ બંધ કરવા નિર્ણય લીધો છે અને અમોએ નકકી કર્યુ હતું કે અમો જે વિચારો સાથે કામ કરતા હતા તે પુરા થયા બાદ કંપની બંધ કરી દેશું.
હીડનબર્ગના પાટીયા પાડવાનો નિર્ણય એવા સમયે આવ્યો છે. જયારે અમેરિકામાં હવે ટ્રમ્પ શાસન આવી રહ્યુ છે અને અદાણી-ટ્રમ્પના સંબંધો પણ ચર્ચામાં છે. 2023માં હીડનબર્ગ ભારતમાં જાણીતુ બન્યુ જયારે આ શોર્ટ સેલીંગ ફર્મ દેશના ટોચના ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના સ્થાપક ગૌતમ અદાણી અને પુરા ગ્રુપ સામે કોર્પોરેટ ફ્રોડનો આરોપ મુકીને તેના વિદેશમાં બોગસ-કંપનીઓમાં રોકાણ, આયાત, નિકાસમાં અન્ડર ઓવર બિલીંગ સહિતના આરોપો મુકી ભારતીય શેરબજારમાં કડાકા સર્જી અદાણી ગ્રુપના શેરોનું ધોવાણ કરી દીધુ હતું.
ગૌતમ અદાણીની વ્યક્તિગત સંપતિ પણ ધોવાઈ ગઈ હતી. બે-બે વખત અદાણી ગ્રુપ અને તે સાથે સિકયોરિટી એકસચેંજ બોર્ડ ફોર ઈન્ડીયા અને તેના વડા માધવીપુરી બુચને પણ ટાર્ગેટ કરી તેની સામે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા અને તે મુદે તપાસ પણ થઈ હતી તો બે-બે વખતના આ પ્રકારના વિવાદ બાદ અદાણી ગ્રુપ ફરી તેની ઉંચાઈએ પહોંચી ગયું છે.
ગૌતમ અદાણી બન્યા હતા મુખ્ય ટાર્ગેટ
વર્ષ 2023માં હિંડનબર્ગે ભારતના અબજોપતિ ગૌતમ અદાણી (ૠફીફિંળ અમફક્ષશ) પર આરોપ લગાવતો રિપોર્ટ જાહેર કર્યો હતો. એમાં લખ્યું હતું કે, ‘વિશ્ર્વના ત્રીજા ક્રમના સૌથી ધનિક વ્યક્તિ એવા ગૌતમ અદાણી કોર્પોરેટ ઇતિહાસમાં સૌથી મોટું ફ્રોડ કરી રહ્યા છે.
અદાણીએ પોતાની કંપનીઓના શેરના ભાવમાં ચેડા કર્યા છે. એમના શેરની વાસ્તવિક વેલ્યૂ કરતા 85 ટકા સુધી ભાવ વધારવામાં આવ્યા છે. અદાણીના સ્વજનો વિદેશમાં શેલ કંપનીઓ ચલાવીને મની લોન્ડરિંગ કરે છે.
’આ રિપોર્ટને કારણે અદાણીના શેરોમાં કડાકો બોલી ગયો હતો અને તેઓ ટોચના 30 અબજપતિઓની યાદીમાંથી પણ બહાર થઈ ગયા હતા. એ સમયે ભારતના લોકો હિંડનબર્ગના નામ અને કામથી પરિચિત થયા હતા.
હિડનબર્ગ અને તેના સંચાલક નથાન એન્ડરસનની સફર
2017માં સ્થાપના, 2025માં બંધ
‘હિંડનબર્ગ રિસર્ચ’એ અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ રિસર્ચ ફર્મ છે, જેની સ્થાપના વર્ષ 2017 માં નથાન એન્ડરસન દ્વારા થઈ હતી. ન્યુ જર્સીના માન્ચેસ્ટર ટાઉનશિપમાં 6 મે, 1937ના રોજ હિંડનબર્ગ એરશિપ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 36 લોકો માર્યા ગયા હતા. નથાનનું માનવું છે કે એ ‘માનવસર્જીત’ દુર્ઘટના ટાળી શકાય એવી હતી.
વર્તમાન જગતમાં એવી માનવસર્જીત કોર્પોરેટ છેતરપિંડી અને ગેરરીતિને ઊઘાડા પામવાની નેમ હોવાથી નથાને એની ફર્મને હિંડનબર્ગનું નામ આપ્યું છે. અમેરિકાની કનેક્ટિકટ યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસમાં સ્નાતક થયા પછી નથાન એન્ડરસને ડેટા રિસર્ચ કંપનીમાં કામ કર્યું હતું. એ નોકરી દરમિયાન તે શેરબજારની જટિલતાઓ શીખી ગયો.
એને સમજાઈ ગયું કે શેરબજારમાં ઘણી એવી બાબતો બને છે, જે સામાન્ય લોકોની સમજની બહારની છે. એમાંથી જ એને પોતાની રિસર્ચ કંપની શરૂ કરવાનો અને દુનિયાભરની કંપનીઓની છેતરપિંડીઓને ઉઘાડી પાડવાનો વિચાર આવ્યો. તેણે નોકરી છોડી દીધી અને ‘હિંડનબર્ગ રિસર્ચ’ની સ્થાપના કરી.