અમે અહીંયાના દાદા છીએ..તું અહીં કેમ ઊભો છે..?? તેમ કહી યુવક પર લાકડીઓ વડેAttack

Share:

Vadodara ,તા.03 

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર છની બહાર ઉભો હતો ત્યારે બે શખ્સોએ અમે અહીંયાના દાદા છે, તારે અહીં ઉભા રહેવું નહીં તેમ કહી તેની સાથે ઝઘડો કર્યા બાદ લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી તેને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રેલ્વે સ્ટેશનની પાછળ પતરાની ચાલીમાં રહેતા રાજેશ ઉર્ફે કાળુ ડામર ચૌહાણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે 2 ઓગસ્ટના રોજ બપોરના દોઠેક વાગ્યાના સુમારે હું રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.6ની બહાર ઉભો હતો. તે વખતે સલીમ કૂતરાનો છોકરો આરીફ તથા ફારૂક છાપરો (બંને રહે.કમાટીપુરા વડોદરાના) મારી પાસે આવ્યા હતા. અને મને જણાવ્યું હતું કે અહીંયા કેમ ઊભો છે. તેમ કહી મારી સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. જેવી મે તેઓને જણાવ્યું હતું કે મારું પર અહીંયા બાજુમાં જ છે. જેથી હું અહીંયા ઉભો છું તેમ કહેતા આ આરિફ તથા ફારૂક છપરો અમે અહીંના દાદા છે. તારે અહીંયા ઉભું રહેવું નહી. તેમ કહી મારી સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. જેથી મેં તેઓને ગાળો નહી બોલવા જણાવતા તેઓ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને બાજુમાં ફુટપાથ ઉપર પડેલ લાકડાના પાવડાનો હાથો વડે આરિફ મને મારવા લાગ્યો હતો. અને તે દરમિયાન ફારૂક છાપરો પણ લાકડી વડે હુમલો કર્યો હતો. એસએસજી હોસ્પિટલ માં લોહી લુહાણ હાલતમાં ખસેડાયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *