Vadodara માં ટ્રેનમાંથી 16 વર્ષીય સગીરાનું લગ્નની લાલચે યુવક ભગાડી ગયો

Share:

Vadodara,તા.03 

હિંમતનગર ખાતે રહેતા આધેડ પોતાની પત્ની અને સગીર દીકરીને લઈને ભિવંડી ખાતે ગયા હતા અને ત્યાંથી કામ પૂર્ણ કરી પરત આવતા હતા. ત્યારે ટ્રેનમાંથી તેમની સગીરાનું એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. જેથી આધેડ પિતાએ સગીરાનું અપહરણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મૂળ બિહાર અને હાલમાં હિંમતનગર ખાતે રહેતો આધેડ પિતાએ વડોદરા રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત 11 જુલાઈના રોજ અમારા વતન ભિવંડી ખાતે રાશનકાર્ડની કામગીરી માટે હું મારી પત્ની તથા મારી 16 વર્ષીય દિકરી ગયા હતા અને ત્યાં રાશનકાર્ડ અંગેની કામગીરી પુર્ણ કરી 14 જુલાઈના રોજ ભિવંડી રેલ્વે સ્ટેશનથી અમદાવાદ આવવા માટે ભગત કી કોઠી એક્સપ્રેસ ટ્રેનના પાછળના જનરલ કોચમાં બેસી મુસાફરી કરતા હતા અને દરમ્યાન મારી પત્નીનો મોબાઇલ ફોન મારી દિકરીએ પોતાની પાસે રાખી લીધો હતો. બાદ હું તથા મારી પત્ની ઉંઘી ગયા હતા. સુરત રેલ્વે સ્ટેશન આવતા પહેલા હું જાગ્યો હતો ત્યારે મારી દિકરી મોબાઇલ ફોન જોતી હતી પરંતુ બાદમાં હું ફરીથી ઉપી ગયેલ અને વડોદરા રેલ્વે સ્ટેશન પસાર થયા બાદ હું જાગ્યો હતો ત્યારે હતો. ત્યારે મારી દિકરીને જોતાં તે કોચમાં હાજર મળેલ નહી. જેથી મેં મારી પત્નીને  જગાડેલ અને અમે બંનેએ કોચમાં શોધખોળ કરી હતી પરંતુ તેના કોઈ પતો લાગ્યો ન હતો. જેથી અમે આણંદ રેલ્વે સ્ટેશનથી મળતી ટ્રેનમાં બેસી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી મારી દિકરીની શોધખોળ કરી હતી. દરમ્યાન મારી દિકરી સંજય પ્યારેલાલ જાતે સોની રહે.રીવા મધ્યપ્રદેશ વાળા પાસે હોવાની જાણ થતા અને અમે મોબાઇલ દ્વારા સંજયને મારી દિકરી અમોને સોપવા જણાવ્યું હતું પરંતુ તે ખોટા ખોટા બહાના બતાવી આજદિન સુધી મારી દિકરીને અમારી પાસે લઈ આવ્યો ન હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *