Porbandarના દરિયામાં લશ્કરી ડ્રોન તૂટી પડયું

Share:

Porbandar,તા.15

પોરબંદરના દરિયા પાસે ભારતીય કોસ્ટ ગાર્ડનુ હેલીકોપ્ટરને નડેલી દુર્ઘટનાના થોડા જ દિવસમાં ફરી એક વખત આ ક્ષેત્રમાં ડ્રોન-દુર્ઘટના ગઈકાલે નોંધાઈ હતી. ઈઝરાયેલ પાસેથી લાયન્સ હેઠળ અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ દ્વારા નિર્મિત એક હેવી ડયુટી ડ્રોન તેની પરિક્ષણ ઉડાન સમયે દરિયામાં તૂટી પડયું હતું.

ભારતીય કોસ્ટગાર્ડ અને સૈન્ય માટે ભવિષ્યમાં ઘરઆંગણે ઉત્પાદીત થઈ રહેલા આ લોંગ રેન્જના પણ ઉંચે સુધી ઉડી શકતા દ્રષ્ટી-10 ડ્રોન જે ઈઝરાયેલની કંપની ઈલ્લીટ સીસ્ટમના હેમર્સ-900 સ્ટારલાઈનર ડ્રોન તેના પરિક્ષણ હેઠળ હતું. પોરબંદરના નેવલ એર સરહદ પર તે પરિક્ષણ ટીમ મારફત ઉડાડવામાં આવી રહ્યું હતું તે સમયે તે અચાનક જ દરિયામાં તૂટી પડયું છે.

લોંગ રેન્જના આ ડ્રોનનો મુખ્યત્વે ઉપયોગ દરિયાઈ ક્ષેત્રમાં જાસૂસી, પેટ્રોલીંગ અને લશ્કરી સર્વેક્ષણ સહિતના કામમાં ઉપયોગી છે અને તેની કિંમત રૂા.120 કરોડની છે. દ્રષ્ટી-10 પ્રકારના ડ્રોન પ્રથમ ગત જૂનમાં નૌકાદળ અને બાદમાં ભૂમિદળને પણ સુપ્રત થયું છે. જો કે તૂટી પડેલું ડ્રોન હજુ નિર્માતા અદાણીની કંપનીના પરિક્ષણમાં હતું.

ભારત અત્યાર સુધી આ ડ્રોન ઈઝરાયેલથી આયાત કરે છે પણ હવે તે અદાણી ગ્રુપની કંપની દ્વારા દેશમાં જ ઉત્પાદીત કરવાની યોજના અમલી બની છે. ભારતે અમેરિકા સાથે રૂા.32350 કરોડના ખર્ચે ‘પ્રીડકટર’ ડ્રોન જે સૌથી આધુનિક ગણાય છે તે ખરીદીના પણ કરાર કર્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *