Rajkot મા જય ભવાની ગોલાની દુકાનમાંથી 50 હજાર અને મોબાઈલની ચોરી

Share:

તસ્કરે દુકાનનું શટર ઉંચું કરી ચોરીને અંજામ આપ્યો 

Rajkot,તા.13

શહેરના કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ ઉપર આવેલ જય ભવાની ગોલાની દુકાનમાં ચોરી થયાંનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરે દુકાનનું શટર ઉંચું કરી ડ્રોવરમાંથી રૂ. 50 હજારની રોકડ અને મોબાઈલની ચોરી કરી હતી. મામલામાં માલવિયાનગર પોલીસે ગુનો નોંધી તસ્કરની શોધખોળ હાથ ધરી છે.

કાલાવડ રોડ પર આવેલ જય ભવાની ગોલાના માલિક રાજનભાઈ કિરીટભાઈ માનસેતા (ઉ.વ.૨૫ રહે. ‘રાજન’ મકાન, પ્રગતી સોસાયટી શેરી નં.-૩, રૈયા રોડ)એ માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં  કાલાવડ રોડ પર મહિલા કોલેજની સામે આવેલ શિવ આષિશ કોમ્લેક્ષમાં જયભવાની ડ્રાઇફુટ એન્ડ ડીસ ગોલા નામની દુકાન ધરાવી વેપાર કરું છું. આ દુકાનમાં  અક્ષયભાઇ ડોબરીયા તથા રવિભાઈ મેનેજર તરીકે નોકરી કરે છે અને અન્ય કારીગરો કામ કરે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સવા બાર વાગ્યાના અરસામા અમારા મેનેજર રવિભાઇ ડોબરીયાએ અમારી દુકાન બંધ કરી જતા રહેલા અને મને રવિભાઈએ ફોનથી જણાવેલ હતુ કે, વેપારના રૂ. 50 હજાર દુકાનના ડ્રોવરમાં રાખુ છું. હું સવારે આશરે અગીયાર વાગ્યે મારી  દુકાને ગયેલ અને જોયેલ તો દુકાનનું શટર થોડું ઉંચુ હતું. જેથી શટર ખોલી અંદર જોતા માલસામાન વેરવિખેર પડેલ હતો. જેથી ડ્રોવર ખોલીને જોતા તેમા રૂ. 50 હજાર મળી આવ્યા ન હતા. જેથી બંને મેનેજરને જાણ કરતા તેઓ દુકાને પહોંચ્યા હતા. જ્યાં રોકડ નાણાંની સાથોસાથ દુકાનનો ઓપો કંપનીનો મોબાઇલ પણ મળી આવ્યો ન હતો. જેથી દુકાનમાં ચોરી થયાનું જાણવા મળતા વેપારી યુવાને માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *