કેન્સર સામે લડી રહેલી Hina Khan વાળ કપાવતા થઇ ઇમોશનલ

Share:

Mumbai,તા.03

લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં બ્રેસ્ટ  કેન્સર સામે લડી રહી છે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની અક્ષરા એટલે કે હિના ખાને સોશિયલ મીડિયા પર પોતાની બીમારીને લઇને હિંમતથી તેના ફેંન્સને અપડેટ પણ આપતી રહે છે.  અભિનેત્રીના જીવનનો આ સૌથી મુશ્કેલ તબક્કો છે. માત્ર 36 વર્ષની ઉંમરે તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. જોકે, તે હિંમતથી આગળ વધી રહી છે અને આ ખતરનાક બીમારી સામે બહાદુરીથી લડી રહી છે.

એકટ્રેસની દરેક પોસ્ટ પર, અભિનેત્રીના ચાહકો તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે અને તેના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. હિના ખાન સામાન્ય જીવનમાં પાછા આવવા માટે કીમોથેરાપીની મદદ લઈ રહી છે. જોકે, કીમોથેરાપીના કારણે અભિનેત્રીના ઘણા વાળ ખરી રહ્યા હતા. એટલા માટે તેણે તેના વાળ ટૂંકા કરાવ્યા, જેનો વીડિયો તેણે તેના ચાહકો સાથે શેર પણ કર્યો. પરંતુ ટૂંકા વાળ હોવા છતાં પણ હિના ખાનના વાળ ખરી રહ્યા હતા.

આ દરમિયાન હિનાએ સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. શેર કરેલા વીડિયોમાં હિનાએ જણાવ્યું કે, કેન્સરને કારણે  ઘણા વાળ ખરવા લાગ્યા હતા. વાળ ખરતા જોવું એ તણાવપૂર્ણ અને ડિપ્રેશન જેવું હતું. તેથી મેં બધા જ વાળ કપાવવાનો નિર્ણય લીધો.

શેર કરવામાં આવેલા વીડિયોમાં હિના ખાન જણાવી રહી છે કે, કેવી રીતે માત્ર માથું ઘસવાથી ઘણા બધા વાળ ખરી રહ્યા છે. તેથી જ આ સમસ્યાને જોતા અભિનેત્રીને હવે ટાલ પડી રહી છે. વીડિયોમાં હિના ખાન ટ્રીમરથી વાળ કાપવાનું શરૂ કરે છે.

આ વીડિયોના કેપ્શનમાં હિનાએ લખ્યું કે ‘મારી મુસાફરીના સૌથી મુશ્કેલ સમયને નોર્મલ બનાવવાનો આ પ્રયાસ છે. યાદ રાખો સ્ત્રીઓ, આપણી શક્તિ અને આપણી ધીરજ શાંતિ છે. જો આપણે નક્કી કરી લઇએ તો કોઇ પણ વસ્તુ મુશ્કેલ નથી’ ચાહકોને હિના ખાનની સકારાત્મકતા અને તેની સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક તેના જુસ્સાના ખૂબ વખાણ કરી રહ્યા છે. આ વીડિયો જોઈને એક્ટ્રેસના ફેન્સ પણ ઈમોશનલ થઈ રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *