Rajkot, તા.૧૧
વોકહાર્ટ હોસ્પિટલ રાજકોટ ખાતે અનુભવી અને ખ્યાતનામ ડો.પ્રશાંત વણઝર અને ડો.હિમાંશુ કોયાણી કેન્સરની ખુબજ જટિલ અને જોખમી સર્જરીઓ ખુબજ ચોકસાઈ અને સરળતાથી કરતા હોય છે. હાલમાં જ એક ૭૦ વર્ષીય પ્રૌઢને છાતીમાં દુખાવા સાથે શ્વાસમાં તકલી થઈ રહેલ હતી જે માટે તેઓએ ડો.પ્રશાંત વણઝર અને ડો.હિમાંશુ કોયાણીને કન્સલ્ટ કરી નિદાન કરતા છાતીમાં હૃદયની ઉપરના ભાગે મોટી ગાંઠ ટ્યૂમર હોવાનુ માલુમ પડ્યું જે માટે ડોકટરે દર્દીને ઓપરેશન કરી સંપૂર્ણ ગાંઠ કાઢવા માટે જણાવ્યું હતુ.
ઓપરેશનને લગતા જોખમો અને ફાયદાઓ વિષે વિસ્તૃત માહિતી આવ્યા પછી દર્દીને અને સગાઓ ઓપરેશન માટે સહમતી આપી જે બાદ ઓપરેશનમાં છાતી ખોલીને પેરીકાર્ડિયમ હૃદયની આજુબાજુના એક ભાગ સાથે સંપૂર્ણ ગાંઠને દૂર કરી ત્યાં જાળી મૂકી અને સરળતાથી ઓપરેશન પૂર્ણ કરી બે દિવસ આઈસીયુમાં ઓબ્ઝરવેશન માટે રાખવામાં આવ્યા હતા અને ત્રીજા દિવસે દર્દીના રોજિંદા ક્રિયાઓ કરવામાં રજા કરવામાં આવેલ હતી.
વોકહાર્ટ હોસ્પિટલમાં હંમેશાથી દર્દીઓનો જીવ બચાવવામાં અને તેમને બેસ્ટ ક્લિનિકલ સારવાર આપવામાં માને છે. આ કેસનું ખૂબ બારીકાઈથી મૂલ્યાંકન કરવામાં આવ્યુ હતુ. હાઈ રિસ્ક હોવા છતા પણ નિષ્ણાંતો દ્વારા ખૂબ સરળતાથી ઓપરેશન કરવામાં આવ્યું અને દર્દી સજા થઈ ગયા. દર્દીને એક પ્રકારે નવું જીવન મળ્યું એમ કહી શકાય. ડો.પ્રશાંત અને ડો.હિમાંશુ બંને પોતાના કામમાં ખૂબજ નિપુણ છે. તેઓ પોતાના ક્ષેત્રમાં ખૂબજ બહોળો અનુભવ ધરાવે છે.