Love in Paris, ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને પ્રેમનો ઈજહાર, ડાયમંડ રિંગ પહેરાવી કર્યું પ્રપોઝ

Share:

Paris,તા.03

પેરિસ ઓલિમ્પિક 2024ની શરુઆત થઈ ચૂકી છે. આ વખતે ઓલિમ્પિકની શરુઆતમાં જ આર્જેન્ટિનાના એક ખેલાડીએ પોતાના સાથી ખેલાડીને બધાંની સામે પ્રપોઝ કર્યું હતું. હવે બીજો પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચીનની એક બેડમિન્ટન ખેલાડીએ ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડે તેને આ ખુશીના અવસર પર પ્રપોઝ પણ કર્યું. જેનો વીડિયો હાલ વાયરલ છે.

બેડમિન્ટન કોર્ટમાં કર્યું પ્રપોઝ

ઓલિમ્પિકમાં શુક્રવારે બેડમિન્ટન કોર્ટમાં એક ખૂબ જ સુંદર દૃશ્ય જોવા મળ્યું, જ્યાં ચીનની બેડમિન્ટન ખેલાડી હુઆંગ યા ક્વિઓંગે ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ તેના બોયફ્રેન્ડ લિયુ યૂચેને મેચ પછી હુઆંગને પ્રપોઝ કર્યું હતું, જેનો વીડિયો લોકો ખૂબજ પસંદ કરી રહ્યા છે.

લિયુ યૂચેને બેડમિન્ટન સ્ટારને ગુલદસ્તો આપીને ઘૂંટણિયે બેસીને ડાયમન્ડ રિંગ સાથે પ્રપોઝ કર્યું હતું. હુઆંગ યા ક્વિઓંગે પણ આ પ્રપોઝલ સ્વીકાર્યું હતું. તે સમયે હુઆંગની આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા.

આર્જેન્ટિનાના ખેલાડીઓના પ્રપોઝલનો વીડિયો વાયરલ 

આ પહેલાં ઓલિમ્પિક ગેમ્સે તેના ઓફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર આર્જેન્ટિનાના બે ખેલાડીઓના પ્રપોઝલનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં આર્જેન્ટિનાના મેન્સ હેન્ડબોલ ટીમના પ્રખ્યાત ખેલાડી પાબ્લો સિમોનેટએ આર્જેન્ટિનાની મહિલા હોકી ટીમની પ્રખ્યાત ખેલાડી મારિયા કેમ્પોયને પ્રપોઝ કર્યું હતું. આર્જેન્ટિનાના ખેલાડીના પ્રપોઝલનો આ વીડિયો પણ વાયરલ થયો હતો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *