Dwarka,તા.9
યાત્રાધામ દ્વારકામાં ચાલતા અવિરત વિકાસકાર્યોમાં આગામી સમયમાં સરકાર દ્વારા કોરિડોરના મહાત્વાકાંક્ષી પ્રોજેકટ શરૂ કરનાર હોય, દ્વારકામાં વિવિધ સ્તરે વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે દ્વારકામાં વખતોવખત ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી પણ પાછલા વર્ષોમાં કરવામાં આવી છે.
હવેે વધુ એકવાર તંત્ર દ્વારા હાથી ગેઈટ સામેના વિસ્તારમાં 400 જેટલા આસામીઓને તંત્ર દ્વારા નોટીસ ફટકારાયા બાદ એકાદ બે દિવસમાં ડેપ્યુટી કલેકટર, નગરપાલીકાના ચીફ ઓફીસર તથા વહીવટીતંત્ર દ્વારા સંયુકત રીતે કડક કાર્યવાહીરૂપ ડીમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
બેટ દ્વારકા
યાત્રાધામ દ્વારકાની સાથોસાથ બેટ દ્વારકામાં પણ તંત્ર દ્વારા પંચાવન જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. તેઓ સાથે જનસુનાવણી કરી, ડોકયુમેન્ટ વેરીફીકેશન રીમાઈન્ડર નોટીસ વિગેરે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ ચર્ચા પણ રહ્યું છે. તે જોતા આગામી દિવસોમાં બેટ દ્વારકામાં પણ કડક કાર્યવાહી થઈ શકે તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે.