Washington,તા.9
અમેરિકાનાં પ્રમુખપદે ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ આડે દસ દિવસ બાકી છે અને આવતાવેંત સરહદની કિલ્લેબંધી કરવા તથા ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાનું એલાન ટ્રમ્પે કર્યું છે.
તેઓએ સતારૂઢ થતા પુર્વે જ સ્પષ્ટ કરી દીધુ હતું કે, સતા સંભાળવાના પ્રથમ દિવસથી જ સરહદ બંધ થશે અને ડીર્પોટેશન શરૂ થઈ જશે.વહીવટ સામાન્ય બુદ્ધિથી કરવામાં આવશે. મુર્ખ લોકો જેવો વહીવટી નહીં હોય.
સતા સંભાળ્યાનાં પ્રથમ દિવસે શૂ અને કેવી કામગીરી કરશો તેવા સવાલ પર ટ્રમ્પે સાફ કર્યું હતું કે બોર્ડરોમાં મજબુત કિલ્લેબંધી થઈ જશે. અને ગુનેગારોની હકાલપટ્ટી કરવામાં આવશે. તેઓએ કેપીટોલ હીલ ખાતે રીપબ્લીક સેનેટરોની બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરી હતી.
દેશમાં ગેરકાયદે વસવાટ કરતાં ગુનેગારો દેશનિકાલ થવાને બદલે છુટથી રહેતા હોવા વિશે તેઓએ ચિંતા દર્શાવી હતી. આવા લોકોને કાઢવા પડશે પોતાની પ્રચંડ જીત પાછળ આ પણ એક એવુ મોટુ કારણ હતું.
અમેરિકનોને ગુનેગારોથી છુટકારો જોઈએ છે અનેક હત્યારાઓ પણ છે આવા 40 ટકા લોકો ગુનામાં સામેલ છે. તેઓની હકાલપટ્ટી નિશ્ચિત છે. સેનેટ દ્વારા આ કાયદાની સમીક્ષા પણ થવાની છે.ચોરી કે લુંટ જેવા આરોપ ધરાવતાં અને યોગ્ય દસ્તાવેજો વિના વસવાટ કરતા લોકોને દેશનિકાલ કરવાની આ કાયદામાં જોગવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ચૂંટણી પ્રચારમાં બોર્ડર બંધ કરવા તથા ગેરકાયદે વસાહતીઓને હાંકી કાઢવાના મુદા ઉઠાવ્યા હતા. અને જોરશોરથી પ્રચાર કર્યો હતો.