Ankleshwar નજીક ગોઝારો અકસ્માત: કાર ટ્રકમાં ઘુસી જતા 3 યુવકોના મોત

Share:

Bharuch,તા.8
ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પુરપાટ ઝડપી જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. 

મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફરતો હતો. ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

જેમાં અર્ટિગા કાર સેન્ડવિચ થઈ ગઈ હતી અને પરિવારના 7 સભ્યોમાંથી 3ના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય 4 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોના નામ તાહીર શેખ (ઉ.વ. 32) આયર્ન ચોગલે (ઉ.વ.23) મુદ્દસરન જાટ (ઉ.વ.25)નો સમાવેશ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *