Microsoft ભારતમાં 3 અબજ ડોલરનું રોકાણ કરશે : એક કરોડ લોકોને AI માં તાલીમ આપશે

Share:

New Delhi, તા.8
માઇક્રોસોફ્ટ ભારતમાં પોતાની ક્લાઉડ કોમ્પ્યુટિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે બે વર્ષમાં ત્રણ અબજ ડોલર (લગભગ 25,700 કરોડ રૂપિયા)નું રોકાણ કરશે. 

કંપનીના ચેરમેન અને સીઇઓ સત્ય નડેલાના જણાવ્યા અનુસાર અમેરિકન ટેક કંપની 2030 સુધી ભારતમાં એક કરોડ લોકોને એઆઇમાં ટ્રેનિંગ આપશે. પ્રસ્તાવિત ત્રણ અબજ ડોલરનું રોકાણ કંપનીની તરફથી કરવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ હશે. નડેલાએ પોતાની ભારત યાત્રા દરમિયાન વડાપ્રધાન મોદીને પણ મળ્યા હતાં. 

માઇક્રોસોફ્ટ પોતાની ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસીસ એઝ્યોર હેઠળ ઉપલબ્ધ કરાવે છે. કંપનીની પાસે 60થી વધુ એઝ્યોર ક્ષેત્ર છે, જેમાં 300થી વધુ ડેટા સેન્ટર સામેલ છે. નડેલા છેલ્લા ફેબ્રુઆરી, 2024માં ભારત આવ્યા હતાં અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે કંપની 2025 સુધી દેશમાં 20 લાખ લોકોને એઆઇ સ્કીલની તક આપશે.

તેનો ઉદ્દેશ મુખ્યત્વે નાના શહેરો અને ગ્રામીણ ક્ષેત્રની વ્યકિતઓને પ્રશિક્ષિત કરવા પર હતો. નડેલાએ જણાવ્યું હતું કે, ભારત એઆઇ સંશોધનમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. તેનાથી દેશમાં નવી તકોનું સર્જન થઇ રહ્યું છે. 

આજે અમે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સ્કીલમાં રોકાણની જાહેરાત કરી રહ્યાં છે. જે ભારતને એઆઇ-ફર્સ્ટ બનાવવાની અમારી કટિબદ્ધતાને સમર્થન આપે છે. અને એ સુનિશ્ચિત કરવામાં મદદ કરશે કે સમગ્ર દેશમાં લોકો અને સંગઠનોને વ્યાપક પણે તેનો લાભ મળે. 

માઇક્રોસોફ્ટનું એડવાન્ટેજ ઇન્ડિયા પ્રોગ્રામે હવે 2030 સુધી એક કરોડ ભારતીયોને એઆઇ સ્કીલમાં ટ્રેઇનિંગ આપવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. આ પહેલ હેઠળ માઇક્રોસોફ્ટે અત્યાર સુધીમાં 24 લાખ ભારતીયોને ટ્રેઇનિંગ આપી છે. જેમાં 65 ટકા મહિલા અને 74 ટકા નાના શહેરોમાંથી હતાં. આ પહેલ ભારતના યુવાનોને એઆઇના ક્ષેત્રમાં રોજગાર માટે તૈયાર કરવાનો છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *