Bijapur,તા.6
છતીસગઢમાં નકસલી ઓપરેશન પાર પાડીને પરત ફરી રહેલા ખાસ દળોના જવાનોની ગાડીને આઈઈડી બ્લાસ્ટથી ઉડાવી દેવાતા આઠ જવાનો શહીદ થયા છે અને અનેક ઘાયલ થયા છે. કુલ 20 જવાનો આ ટ્રકમાં પ્રવાસ કરી રહ્યા હતા.
પંખાજુરમાં એક નકસલી ઓપરેશનમાં પાંચ નકસલીઓને ઠાર માર્યા બાદ જવાનોની ટીમ બીજાપુરના કટરુમાર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યાં જ જમીનમાં દાટેલા શક્તિશાળી વિસ્ફોટ થયો હતો અને જવાનોને લઈ જતી ગાડીના ફુરચા ઉડી ગયા હતા.
જેમાં આઠ જવાનો શહીદ થયા છે અનેક ઘાયલ થયા છે. નકસલીઓને શોધવા નવેસરથી ઓપરેશન શરુ થયુ છે. શહીદ થયેલા જવાનો દાંતેવાડા ડીઆરજી ગ્રુપના હતા.