Sydney,તા.06
જસપ્રીત બુમરાહ પીઠની ઈજાના કારણે ’સિરીઝની સૌથી અનુકૂળ પીચ’ પર બોલિંગ કરવાનું ચૂકી જવાથી નિરાશ છે. ભારતને બોલિંગ-ફ્રેંડલી પિચ પર 162 રનનાં નાના ટાર્ગેટનો બચાવ કરવાનો હતો.
ત્યારે 32 વિકેટો ઝડપી લેનાર બુમરાહ ત્રીજા દિવસે બોલિંગ કરી શક્યો ન હતો. બુમરાહે શ્રેણીમાં 32 વિકેટ લેવા બદલ શ્રેણીનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર થયાં બાદ એવોર્ડ સમારોહ દરમિયાન કહ્યું કે તે થોડું નિરાશાજનક છે.
પરંતુ કેટલીકવાર શરીરનું સાંભળવું પડે છે. તમે શરીર સાથે લડી શકતાં નથી. તેમણે કહ્યું કે નિરાશાજનક છે હું, કદાચ શ્રેણીની શ્રેષ્ઠ પિચ પર બોલિંગ કરવાથી ચૂકી ગયો. તેમણે કહ્યું, કે પ્રથમ ઇનિંગમાં મારાં બીજા સ્પેલ દરમિયાન મને થોડી અસ્વસ્થતા અનુભવાઈ અને મારે તેનાં પર ધ્યાન આપવું પડ્યું હતું.