New Delhi, તા.02
ટાટા ગ્રૂપની એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પોતાના મુસાફરો માટે એક જરૂરી માહિતી જારી કરી છે. એર ઈન્ડિયાએ શુક્રવારે પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર તેની જાણકારી આપી છે. એર ઈન્ડિયાએ મિડલ ઈસ્ટમાં જારી સંકટ વચ્ચે ઈઝરાયલના તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. એર ઈન્ડિયાએ કહ્યું કે તેલ અવીવથી આવતી અને જતી તમામ ફ્લાઈટ્સ 8 ઓગસ્ટ સુધી સસ્પેન્ડ કરવામાં આવી રહી છે.
મહેમાનો અને ક્રૂ ની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા
એર ઈન્ડિયાએ કહ્યું છે કે તેઓ સ્થિતિ પર નજર રાખશે. એરલાઈન કંપનીએ જણાવ્યું કે મહેમાનો અને ક્રૂ ની સુરક્ષા, તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એર ઈન્ડિયાએ આ સમગ્ર મામલે મુસાફરોની મદદ માટે કોન્ટેક્સ સેન્ટરના 2 ફોન નંબર – 011-69329333 / 011-69329999 જારી કર્યાં છે. આ નંબરો પર 24×7 સંપર્ક કરવામાં આવી શકે છે.એર ઈન્ડિયાના સત્તાવાર સ્ટેટમેન્ટમાં શું છે
એર ઈન્ડિયાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું, ‘મધ્ય પૂર્વના અમુક ભાગોમાં ચાલી રહેલી સ્થિતિને જોતાં, અમે 8 ઓગસ્ટ 2024 સુધી તાત્કાલિક અસરથી તેલ અવીવથી આવતી-જતી પોતાની ફ્લાઈટ્સના નક્કી સંચાલનને સસ્પેન્ડ કરી દીધા છે. અમે સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને આ સમયગાળા દરમિયાન તેલ અવીવથી આવવા-જવા માટે કન્ફર્મ બુકિંગવાળા પોતાના મુસાફરોને મદદ પૂરી પાડી રહ્યાં છીએ, જેમાં રીશેડ્યુલિંગ અને રદ કરવાની ફી પર એક વખતની છુટ સામેલ છે. અમારા મહેમાનો અને ક્રૂ મેમ્બરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વધુ જાણકારી માટે મહેરબાની કરીને અમારા 24/7 સંપર્ક કેન્દ્ર પર 011-69329333 / 011-69329999 પર કોલ કરે.’
હમાસ નેતાની હત્યા બાદ મિડલ-ઈસ્ટમાં સ્થિતિ વણસી
ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયા બાદ હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની 31 જુલાઈએ હત્યા કરી દેવાઈ હતી. હમાસે પોતાના રાજકીય બ્યૂરોના પ્રમુખના મોત માટે ઈઝરાયલના હવાઈ હુમલાને જવાબદાર ઠેરવ્યો છે. ઈઝરાયલે 7 ઓક્ટોબરે દક્ષિણ ઈઝરાયલ પર હમાસના હુમલા માટે હાનિયા અને અન્ય હમાસ નેતાઓને મારવાનો સંકલ્પ લીધો હતો. ઈસ્માઈલ હાનિયા પર થયેલા આ હુમલાથી એક વ્યાપક ક્ષેત્રીય યુદ્ધનું જોખમ ઊભું થઈ ગયું છે.