Deepti Sharma આઈસીસી વન-ડે રેન્કિંગમાં ટોપ ફાઈવમાં પહોંચી

Share:

વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી વન-ડે સિરીઝમાં ઓલ-રાઉન્ડ દેખાવ બાદ દીપ્તિ શર્મા એક સ્થાનના ફાયદા સાથે પાચમાં ક્રમે રહી છે

Dubai, તા.૨

ભારતીય મહિલા ટીમની ઓફ સ્પિનર દીપ્તિ શર્મા આઈસીસી વિમેન્સ વન-ડે રેન્કિંગમાં ટોપ ફાઈવમાં પ્રવેશવામાં સફળ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ઘરઆંગણે રમાયેલી વન-ડે સિરીઝમાં ઓલ-રાઉન્ડ દેખાવ બાદ દીપ્તિ શર્મા એક સ્થાનના ફાયદા સાથે પાચમાં ક્રમે રહી છે. દીપ્તિના ૬૬૫ રેટિંગ પોઈન્ટ્‌સ થયા છે અને તે ચોથા ક્રમની દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટર મેરિઝાન કેપ (૬૭૭) કરતા હાથવેંતના અંતરે જ છે. ૨૭ વર્ષીય દીપ્તિએ વેસ્ટ ઈન્ડિઝ સામેની બે મેચમાં આઠ વિકેટ ઝડપી હતી. વડોદરામાં કોટંબી સ્ટેડિયમમાં રમાયેલી ત્રણ વન-ડેમાં દીપ્તિએ છેલ્લી વન-ડેમાં ૩૧ રન આપીને છ વિકેટ ઝડપી હતી. ભારતે ત્રણ મેચની શ્રેણી જીતીને પ્રવાસી કેરેબિયન મહિલા ટીમનો ૩-૦થી વ્હાઈટ વોશ કર્યો હતો. જેમિમાહ રોડ્રિગ્ઝ ૫૩૭ રેટિંગ પોઈન્ટ્‌સ સાથે ટોચની ૨૦ બેટરમાં સ્થાન મેળવવામાં નજીક રહી છે. રોડ્રિગ્ઝ ચાર સ્થાનની આગેકૂચ સાથે ૨૨માં ક્રમે છે. વિકેટકીપર બેટર રિચા ઘોષ સાત સ્થાનની છલાંગ સાથે ૪૧માં ક્રમે રહી હતી. સ્મૃતિ મંધાના (૭૨૦) એક સ્થાન નીચે સરકીને ત્રીજા ક્રમે રહી હતી. દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાડ્‌ર્ટ (૭૭૩) ટોચ પર જ્યારે શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ (૭૩૩) બીજા ક્રમે હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *