Priyanka Chopra રાજામૌલીની ફિલ્મમાં મહેશબાબુ સાથે લીડ રોલ કરશે

Share:

પ્રિયંકા ચોપરાની હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો તે છેલ્લે ૨૦૧૯માં આવેલી ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી

Mumbai, તા.૧

પ્રિયંકા ચોપરાની હિન્દી ફિલ્મોની વાત કરવામાં આવે તો તે છેલ્લે ૨૦૧૯માં આવેલી ‘ધ સ્કાય ઇઝ પિંક’માં જોવા મળી હતી. ૬ વર્ષે હવે તે ફરી એક વખત હિન્દી ફિલ્મોમાં પાછી આવી રહી છે. તે એસએસ રાજામૌલીની ફિલ્મમાં મહેશ બાબુ સાથે લીડ રોલ માટે તૈયારી કરી રહી છે. આ એક આળિકન જંગલ એડવેન્ચર ફિલ્મ હશે, જેમાં મહેશ બાબુ એવું પાત્ર કરશે, જેમાં હનુમાનજીના લક્ષણો હશે. રાજામૌલી વધુ એક વખત ‘બાહુબલી’ની બે ફિલ્મો અને ‘આરઆરઆર’ પછી એક વખત એક એક  મહાકાવ્ય સમાન કથા સાથે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, “આ ફિલ્મની સ્ક્રિપ્ટ છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. એપ્રિલ ૨૦૨૫થી એનું શૂટિંગ શરૂ થઈ જશે. એસએસ રાજામૌલીને તેના માટે કોઈ એવી એક્ટ્રેસ જોઈતી હતી, જે ગ્લોબલી જાણીતી હોય. છેલ્લા છ મહિનામાં રાજામૌલીએ પ્રિયંકા સાથે કેટલીક મીટિંગ કરી હતી અને અંતે બંનેએ આ ફિલ્મમાં સાથે કામ કરવાનું નક્કિ કર્યું હતું.”સૂત્રએ વધુમાં જણાવ્યું, “પ્રિયંકા પણ રાજામૌલી જેવા મેકર સાથે અને મહેશબાબુ જેવા કલાકાર સાથે કામ કરવા ઉત્સુક છે. આ ફિલ્મમાં તેના પાત્રમાં પણ અભિનય માટે ઘણી શક્યતાઓ રહેલી છે. તેના માટે પણ આ પ્રકારની ફિલ્મ અને આ મેકર્સ સાથે આ પહેલો પ્રયોગ છે. આ રોલ સારી રીતે લખાયો છે અને પ્રિયંકાએ તેના માટેની તૈયારીઓ પણ શરૂ કરી દિધી છે.”રાજામૌલી મહેશબાબુ સાથે ૨૦૨૬ના અંત સુધી આ ફિલ્મનું શૂટ કરશે. ૨૦૨૭માં આ ફિલ્મ મોટા પાયા પર ગ્લોબલી રિલીઝ કરવામાં આવશે. તેના માટે રાજામૌલી છેલ્લા એકાદ વર્ષથી સોની અને ડિઝની સાથે ચર્ચા કરી રહ્યા છે. આ ફિલ્મ ઇન્ડિયા અને યુએસના સ્ટુડિયોમાં તેમજ આળિકાના જંગલમાં શૂટ થશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *