Bet Dwarka માં ભગવાનના દર્શન કરાવવા દલાલ પૈસા લૂંટતા હોવાનો વીડિયો વાયરલ

Share:

Dwarka,તા.૩૦

ગુજરાતમાં ફરી એકવાર વીઆઇપી દર્શન મામલે ચર્ચા ગરમાઈ છે. બેટ દ્વારકામાં ભગવાનના દર્શન કરાવવા દલાલ પૈસા લૂંટતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ભગવાનના વીઆઇપી દર્શન કરાવવા માટે જુદા-જુદા ભાવ દલાલો લગાવે છે ત્યારે કેટલાક ભક્તો શાંતિથી દર્શન કરવા માટે આ દલાલોનું સંપર્ક પણ કરતા હોય છે. ત્યારે શાંતિથી દર્શન કરવા માટે ૨૦૦થી ૨ હજાર રૂપિયા દલાલ ઉઘરાવે છે.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ૬ વ્યકિતના ૧૨૦૦ રૂપિયા લઇ ભગવાનના દર્શન કરાવવાની વાત કરે છે. દલાલોને કરાણે સામાન્ય લોકોને દર્શન અગવડતા ભોગવવાનો વારો આવે છે. તો ભગવાનના દર્શનના નામે ધંધો કરતા લોકોને કારણે સામાન્ય લોકો સાથે અન્યાય થઈ રહ્યાનો પણ ગંભીર આક્ષેપ કરાયો છે.

વીઆઇપી દર્શન કરાવતો દલાલ વીડિયો બોલી રહ્યાં છે, ’’કંઈ ઓછું ન થાય કેમ કે, હું બંધાયેલો છું. ત્રણ જણના હજાર રૂપિયા લઈશ તેમજ છ જણ હશો તો હું ૧૨૦૦ રૂપિયા લઈશ. બીજા લોકો છે તેમને દર્શન કરી પંદર મિનિટમાં રિટર્ન આવું એટલે તમે કહેતા હોય તો તમને લઈ જઉં’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *