Rajkot, તા.30
રેલવે તરફથી આગામી 1લી જાન્યુઆરીથી નવુ ટાઇમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. જેમાં અનેક ટ્રેનોના સમયમાં પાંચ મીનીટથી માંડીને 33 મીનીટ સુધીનો બદલાવ થશે. ઉપરાંત અનેક ટ્રેનોની સ્પીડ વધશે જયારે કેટલીકની ગતિમાં વધારો થશે.
રાજકોટ રેલવે ડિવિઝનના સુત્રોએ જણાવ્યું હતું કે, 1લી જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝનમાં નવું ટાઇમટેબલ લાગુ થશે. રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 19 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે.
જયારે ઓપરેશનલ કારણોસર છ ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધતા પેસેન્જર ટ્રેનોના ઓપરેટીંગ સિસ્ટમમાં ઘટાડો થશે અને પ્રવાસીઓને લાભ મળશે. આ સમયગાળા દરમ્યાન રાજકોટ ડિવિઝનના વિવિધ પ્લેટફોર્મ પર 37 ટ્રેનોનો સમય વહેલો કરવામાં આવ્યો છે.
વર્તમાન સમય કરતા પાંચથી લઇને 33 મીનીટ સુધી ટ્રેનો વહેલી થશે. જયારે રર ટ્રેનોનો સમય પાંચ મીનીટથી લઇને ર0 મીનીટ સુધી મોડો કરવામાં આવ્યો છે. ઓખા, દ્વારકા, ખંભાળીયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર સહિતના સ્ટેશનોમાં ટ્રેનના આવાગમનનો સમય બદલાશે.