MCX વિક્લીમાર્કેટરિપોર્ટ

Share:

સોનાના વાયદાના ભાવમાં રૂ.1,176 અને ચાંદીમાં રૂ.2,449નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ક્રૂડ તેલના વાયદામાં રૂ.43ની વૃદ્ધિ

મેન્થા તેલમાં નરમાઈઃ કોટન-ખાંડી, નેચરલ ગેસ વધ્યાઃ સપ્તાહ દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.86,797 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.6,98,138 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 20થી 26 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 72,36,225 સોદાઓમાં કુલ રૂ.7,84,956.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.86,797.39 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.6,98,138.93 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 5,44,220 સોદાઓમાં રૂ.42,177.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.75,660ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,946 અને નીચામાં રૂ.75,651ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,176ના ઉછાળા સાથે રૂ.76,827ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.998 ઊછળી રૂ.61,888 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.81 વધી રૂ.7,672ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.923ની તેજી સાથે રૂ.76,114ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.86,993ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.90,000 અને નીચામાં રૂ.86,447ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,449ના ઉછાળા સાથે રૂ.89,636ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,337ની તેજી સાથે રૂ.89,665 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,355ની વૃદ્ધિ સાથે રૂ.89,681 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 85,156 સોદાઓમાં રૂ.11,430.41 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.797.25ના ભાવે ખૂલી, રૂ.3.10 વધી રૂ.799.85 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.85 વધી રૂ.253.10 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.176ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.05 વધી રૂ.281ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.5.60 વધી રૂ.247.30 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.75 ઘટી રૂ.175.75 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.30 વધી રૂ.280.95 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 7,60,844 સોદાઓમાં રૂ.33,163.87 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,902ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,050 અને નીચામાં રૂ.5,844ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.43 વધી રૂ.5,976 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જાન્યુઆરી વાયદો રૂ.43 વધી રૂ.5,979 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.307ના ભાવે ખૂલી, રૂ.18.10 વધી રૂ.317.30 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 18.7 વધી 317.6 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.25.53 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.53,710ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.54,650 અને નીચામાં રૂ.53,710ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.410 વધી રૂ.54,430ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.10 ઘટી રૂ.916.70 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.21,956.81 કરોડનાં 28,798.967 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.20,220.77 કરોડનાં 2,275.478 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.4,281.45 કરોડનાં 72,00,760 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.28,882.42 કરોડનાં 96,17,67,000 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,387.19 કરોડનાં 57,276 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.418.94 કરોડનાં 23,657 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,936.19 કરોડનાં 86,663 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,688.09 કરોડનાં 95,818 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.3.97 કરોડનાં 2,928 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.21.50 કરોડનાં 232.200 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,703.380 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,481.557 ટન, તાંબાના વાયદાઓમાં 23,675 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 18,232 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 5,520 ટન તથા જસત અને જસત-મિનીમાં 18,473 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 10,23,630 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 2,62,77,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 17,616 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 191.16 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.19.87 કરોડનાં 214 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 34 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 18,400 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,729 અને નીચામાં 18,380 બોલાઈ, 349 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 266 પોઈન્ટ વધી 18,710 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.6,98,138.93 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,30,159.45 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,966.69 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,88,979.16 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,64,433.03 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *