Jamkandorana માં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે ભવ્ય પાટોત્સવ યોજાયો

Share:

Jamkandorana,તા.28

યજ્ઞ,અન્નકૂટ દશૅન, ધ્વજારોહણ, મહાઆરતી, પ્રસાદ સહિતના કાયૅક્રમો યોજાયા

જામકંડોરણામાં શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિરે ૨૧ દિવસીય અન્નપૂર્ણા વ્રતના પૂણૉહુતીના અંતિમ દિવસે ભવ્ય પાટોત્સવ યોજાયો હતો આ પ્રસંગે યજ્ઞ,અન્નકૂટ દશૅન, ધ્વજારોહણ, મહાઆરતી, પ્રસાદ સહિતના વિવિધ કાયૅક્રમો યોજાયા હતા આ પ્રસંગે યજ્ઞના યજમાન તથા પ્રસાદીના દાતા નાના જડેશ્વર મંદિરના મહંત શ્રી પ્રદિપભાઈ જાની પરિવારે હાજરી આપી હતી તેમજ આ પ્રસંગે સુરતના પરસોતમભાઈ ગજેરા અને પ્રવિણભાઈ લાખાણીએ પણ ખાસ હાજરી આપી હતી આ પાટોત્સવ પ્રસંગે જામકંડોરણા તેમજ બહારગામથી મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી માતાજીના દશૅન, પૂજન અને પ્રસાદનો લ્હાવો લીધો હતો આ પ્રસંગે પધારેલા સૌને મંદિરના મહંત શ્રી નિલેશગીરી બાપુએ આવકારી આભાર વ્યક્ત કર્યો હતો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *