Virpur ની પ્રેરણા સ્કૂલ ખાતે બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

Share:

Virpur,તા.27

યાત્રાધામ વિરપુર જલારામમાં પ્રેરણા સ્કૂલ ખાતે શાળાનું  વાર્ષિક બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજયું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પચીસ જેટલા અલગ અલગ વૈજ્ઞાનિક પ્રોઝેકટોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ બળ વીજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ મુખ્ય કૃતિઓ ઇનોવેટિવ ઇકો-ફ્રેન્ડલી પ્રોજેક્ટ્સ, કચરો ઘટાડવા, પાણી બચાવવા અને ગ્રીન એનર્જી વિકલ્પોને પ્રોત્સાહન આપવા માટે સર્જનાત્મક ઉકેલો રજૂ કર્યા હતા તેમજ પર્યાવરણીય ટકાઉપણું, રોબોટિક્સ, અવકાશ સંશોધન અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા વિવિધ વિષયોને આવરી લેતી વિવિધ કૃત્તિઓ વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરાયેલ પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણીઓ દર્શાવવામાં આવી હતી,વિદ્યાર્થીઓએ હેન્ડ-ઓન ​​પ્રયોગો ઇન્ટરેક્ટિવ દ્વારા મુલાકાતીઓને આકર્ષક, વાસ્તવિક જીવન પ્રદર્શનો દ્વારા વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું અન્વેષણ કરવાની સમજૂતી આપી હતી.

બાળ વિજ્ઞાનિકો દ્વારા આ બાળ વિજ્ઞાન પ્રદર્શનને રાજકોટ જીલ્લા પંચાયતના પુર્વ આરોગ્ય ચેરમેન જનકભાઈ ડોબરિયાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.બાળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવા ગ્રામજનો તેમજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ રમેશભાઈ સરવૈયા,ઉપસરપંચ સંજયભાઈ ઠૂંગા, જગદીશભાઈ સરવૈયા,કેશુભાઈ મેર,ધર્મરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બાળવીજ્ઞાન પ્રદર્શનને સફળ બનાવવા પ્રેરણા સ્કૂલના શાળાના સંસ્થાપક સુભાષભાઈ જોષી તેમજ પ્રિન્સિપાલ રાકેશભાઈ ઉસદડીયા ,શિક્ષક સિધ્ધરાજસિંહ હુદડ સહિત સ્કૂલ સ્ટાફના શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *