Shimlaતા.૨૬
ભ્રષ્ટાચાર સંબંધિત કેસમાં,સીબીઆઇ ચંદીગઢની ટીમે શિમલાના સ્ટ્રોબેરી હિલ્સમાં આવેલી ઈડી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. સીબીઆઈના દરોડા પહેલા જ લાંચના આરોપી ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર વચેટિયા સાથે ફરાર થઈ ગયા હતા. ડેપ્યુટી ડાયરેક્ટરની ઓફિસમાં કલાકોની શોધખોળ બાદ સીબીઆઈએ ઘણી ફાઈલો અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓ તેમની સાથે ગેરકાયદે વસૂલાતની રકમ પણ લઈ ગયા છે.
સીબીઆઈની ટીમો હવે આરોપીઓની શોધમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. ડેપ્યુટી ડાયરેક્ટરના શિમલાના આવાસ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. મંગળવારે મોડી સાંજ સુધી સીબીઆઈની ટીમે શિમલામાં ઈડીની ઓફિસમાં સર્ચ ચાલુ રાખ્યું હતું. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ સંબંધિત એક કેસ શિમલામાં ઈડ્ઢના ડેપ્યુટી ડિરેક્ટર સાથે તપાસ હેઠળ હતો.
આરોપ છે કે કેસનો ઉકેલ લાવવા માટે ડેપ્યુટી ડાયરેક્ટરે આરોપી પાસેથી વચેટિયા દ્વારા લાખો રૂપિયાની માંગણી કરી હતી. આ સંબંધમાં આરોપીઓ તરફથી ચંદીગઢમાં સીબીઆઈને લેખિત ફરિયાદ આપવામાં આવી હતી. આ મામલો ઈડીના ડેપ્યુટી ડાયરેક્ટર સાથે સંબંધિત હતો, તેથી ઉચ્ચ અધિકારીઓની માર્ગદર્શિકા અનુસાર તપાસ માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. સીબીઆઈએ ફરિયાદ પક્ષ અને વચેટિયા વચ્ચે બેઠકનું પણ આયોજન કર્યું હતું. જેમાં તેમની વચ્ચેના પૈસાની લેવડ-દેવડનું રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. ઈડ્ઢના ડેપ્યુટી ડાયરેક્ટરને પણ આ વાતનો હવાલો મળ્યો અને તે વચેટિયા સાથે ફરાર થઈ ગયો. સોમવારે જ ચંદીગઢ સીબીઆઈ દ્વારા તેમની સામે ભ્રષ્ટાચાર સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ એજન્સીને આરોપીઓ વિરુદ્ધ ઘણા પુરાવા મળ્યા છે. આમાં ગેરકાયદેસર વ્યવહારો સંબંધિત દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મેળવેલા પુરાવાનો સમાવેશ થાય છે. આરોપી અધિકારીની ધરપકડ કરવા માટે સીબીઆઈની એક ટીમ પણ શિમલાથી રવાના કરવામાં આવી છે. સીબીઆઈએ કાર્યવાહી દરમિયાન સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનની શિમલા ઓફિસના અધિકારીઓને સાથે લીધા હતા. સીબીઆઈ દ્વારા ઈડીની ઓફિસમાં દરોડાના આ મામલાની ચર્ચા થઈ હતી. આ બંને કેન્દ્રીય તપાસ એજન્સીઓ છે. ઈડ્ઢ મની લોન્ડરિંગ સંબંધિત કેસોની તપાસ કરે છે, જ્યારે ઝ્રમ્ૈં ભ્રષ્ટાચાર સંબંધિત કેસોની તપાસ કરે છે.
સીબીઆઇની ટીમે સવારે જ ઈડી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ પછી, ઓફિસમાં હાજર કોઈપણ કર્મચારીઓને ન તો બહાર જવા દેવામાં આવ્યા અને ન તો કોઈને અંદર આવવા દેવામાં આવ્યા. મંગળવારે શરૂ થયેલો દરોડો બુધવારે મોડી સાંજ સુધી ચાલુ રહ્યો હતો. સીબીઆઈ ૩૬ કલાકથી ઈડી ઓફિસમાં દસ્તાવેજોની તપાસ કરી રહી છે. સીબીઆઈ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય સીબીઆઈ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી. ઈડ્ઢ ઓફિસ અંદરથી બંધ હતી, કેટલાક કર્મચારીઓ ઓફિસની બહાર પણ તૈનાત હતા. નાતાલની રજાઓમાં પણ ઇડી કચેરીના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા. ઈડી ઓફિસમાં ઝ્રમ્ૈં દ્વારા દરોડાનો મામલો ચર્ચામાં રહ્યો હતો.