Mumbai,તા.26
કેલેન્ડર વર્ષનાં અંતિમ દિવસોમાં અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો વધુને વધુ દબાણ હેઠળ આવી રહ્યો હોય તેમ આજે વધુ ગગડયો હતો. અને 85.25 ના નવા તળીયે ઘસી ગયો હતો.નબળા રૂપિયાથી ક્રુડતેલ, ખાતર, સોના-ચાંદી સહીતની તમામ આયાત મોંઘી થવાની સાથે ઘર આંગણે ફુગાવાનું જોખમ વધારવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે.
કેલેન્ડર વર્ષ આવતા ચાર દિવસમાં વિદાય લેવાનું છે. તે પૂર્વે શેરબજારમાં વિદેશી નાણા સંસ્થાઓ જંગી વેચાણ કરી રહી છે. કરોડો અબજો રૂપિયા પાછા ખેંચાવાથી રૂપિયો દબાણમાં છે.આજે પ્રારંભીક કામકાજમાં જ 6 પૈસા ઘટીને 85.25 ના નવા તળીયે ઘસી ગયો હતો.
જાણકારોના કહેવા પ્રમાણે રૂપિયાની નબળાઈ ભારતમાં મોંઘવારીનું જોખમ સર્જશે. તમામ આયાતી ચીજો મોંઘી થશે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ તતા ખાતર પર નવા બોજથી ભાવ વધારાની સ્થિતિ સર્જાઈ શકે છે.