Upleta તા.૨૪
એફપ્રો સંસ્થા ધોરાજી દ્વારા ચાલતા બેટર કોટન પ્રોજેક્ટના લીડર ખેડૂતોનો તથા પ્રગતિશીલ ખેડૂતોના ઉપલેટા તાલુકાના અલગ-અલગ જેટલા ગામોના ખેડૂતોનો ઉપલેટા શહેરમાં આવેલ શ્રી મુરલીધર આહીર સમાજ ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
એક પ્રો સંસ્થા દ્વારા કપાસની ખેતી તથા અન્ય ખેતી વિષયો ઉપર જુદી જુદી ઉપયોગી માહિતીઓ આપવામાં આવતી હોય છે તેમાં ધોરાજીના પી.યુ. મેનેજર લલિત મોણપરા દ્વારા સંકલિત પાક સંરક્ષણ, ડિસેન્ટ વર્ક, સંરક્ષણ કીટ, બાળમજૂરી, લઘુતમ વેતન, બે દવાનું મિશ્રણ, દવાના લેબલ તથા ડોઝની માત્રા- ક્ષમ્યમાત્રા, ખાલી ડબ્બાનો નિકાલ, એચ.એચ.પી. દવા વિષયક, લાઈવ્લી વુડ, જેન્ડર, કલાયમેટ ચેન્જ ઉપયોગી માહિતીઓ આપવામાં આવી હતી.
આ ઉપરાંત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત વૈજ્ઞાનિક ડો. જી.આર. કટારીયા દ્વારા ખેતીમાંથી આવક વધારવા, ખાતર, દવા, પાણી, બિયારણ સમયસર આપવા તે ઉપરાંત ડ્રીપ ઇરીગેશન, જીવાતનું નિયંત્રણ કરવા અંગેનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન તેમજ ગવર્મેન્ટ સહાય ટેકનોલોજી નો ઉપયોગ કરવા સહિતની બાબતોની વિસ્તૃત અને વિગતે માહિતીઓ પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમની અંદર અંદાજિત ૨૦૦ કરતાં પણ વધારે ખેડૂતોએ ઉપસ્થિત રહી સંપૂર્ણ માહિતી અને વિગતો મેળવી હતી અને સંસ્થાના કૃષિ મિત્રો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની ભારે તેમજ ઉઠાવી હતી ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ખેડૂતો તેમજ ખેડૂત આગેવાનો સહિતના સૌ કોઈ દ્વારા એફપ્રો સંસ્થા દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમને ખૂબ બિરદાવ્યો હતો અને આ પ્રકારના કાર્યક્રમથી ખેડૂતોમાં જાગૃતતા અને જાણકારી મળી રહી છે તેવું પણ ખેડૂતોએ જણાવ્યું હતું.