બાબરાના ચમારડી ગામે પવનચક્કીનું કામ બંધ કરવા આંદોલનની ચીમકી

Share:

ગ્રામ પંચાયત વહીવટદારે અગાઉ કરેલો ઠરાવ રદ કરવા ગ્રામસભામાં નિર્ણય

Babra તા.૨૧

બાબરા તાલુકા ના ચમારડી ગામે છેલ્લા પંદર દિવસ થી પવનચક્કી યુનિટો ના કોન્ટ્રકટરો દ્વારા બિન અધિકૃત રીતે કામગીરી થતી હોવાના આક્ષેપો સાથે ગામ સમસ્ત દ્વારા વિવિધ કચેરી ના આવેદનો અને ગ્રામસભા માં વિરોધ સાથે કામગીરી બંધ કરવા ઠરાવ કરવા છતાં કામગીરી બંધ નહી થતા ચમારડી ના બુજર્ગ આગેવાને આગામી દિવસો માં ઉપવાસ આંદોલન કરવા ચીમકી આપતો પત્ર તાલુકા વિકાસ અધિકારી ને પાઠવ્યો છે

ચમારડી ના આગેવાન જીવનભાઈ પીઢડીયા દ્વારા પત્ર માં જણાવ્યા મુજબ અગાઉ સમસ્ત ગ્રામજનો દ્વારા મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી અને તાલુકા મામલતદાર અને તાલુકા પોલીસ મથક માં જર હાઇટેક પ્રા.લી અને ઓટું વિંડ કંપની વિરુધ્ધ  બિન અધિકૃત રીતે તળાવ પાળા ખેડુત વાડ રસ્તા માં મોટું નુકશાન કરી પોલ ઉભા કરવા માં આવી રહ્યા હોવા બાબતે બે વખત રજુઆત કરવા માં આવેલી પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવા માં આવતી નથી જેના કારણે ગ્રામજનો ની યાતના માં વધારો થતો જાય છે

બીજી તરફ ચમારડી ગ્રામ પંચાયત માં હાલ વહીવટદાર શાસન છે તેમાં અગાઉ આવી પવનચક્કી યુનિટો માટે એન ઓ સી આપી દેવા માં આવેલી જેની સામે સમસ્ત ગ્રામજનો ની ઉપસ્થિતિ માં ગ્રામ સભા બોલાવી અને અગાઉ થયેલો ઠરાવ રદ કરવા નવો ઠરાવ કરવા માં આવેલો હોવા છતાં તેની અમલવારી કરવા માં આવતી નથી પવનચક્કી યુનિટો અને તેના કોન્ટ્રકટરો દ્વારા હાલ કામગીરી શરૂ રાખી અને ગ્રામ્યક્ક્‌ષા રોડ રસ્તા પર્યાવરણ અને ખેડુતો ની જમીન માં નુકશાન કરી રહ્યા છે નિયમ વિરુધ્ધ અને સ્થાનિક ગ્રામ પંચાયત ની મંજુરી વગર ચાલતી કામગીરી દિવસ સાત માં અટકાવવામાં નહી આવે તો વૃદ્ધ આગેવાન જીવનભાઈ પીઢડીયા સહિત ના ટેકેદારો તંત્ર સામે ઉપવાસ આંદોલન છેડવા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ પત્ર દ્વારા ચીમકી ઉચ્ચારવા માં આવી છે   

Leave a comment

Your email address will not be published. Required fields are marked *