IPLના સૌથી મોંઘાં ખેલાડી ક્લાસેનને સ્ટમ્પને લાત મારવા બદલ દંડ ફટકારવામાં આવ્યો

Share:

New Delhi,તા.21

આઇપીએલમાં પોતાનાં બેટથી બોલરો માટે ડરનું નામ બની ગયેલો સાઉથ આફ્રિકાનો તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસેન અત્યારે મુશ્કેલીમાં છે. આ ખેલાડીને આઇસીસી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે.

મામલો દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી બીજી વનડે મેચનો છે.  આ મેચમાં દક્ષિણ આફ્રિકાને 81 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ક્લાસેન આ મેચમાં સદી ચૂકી ગયો હતો.  તેણે 97 રન બનાવ્યાં હતાં.

દક્ષિણ આફ્રિકાની ઇનિંગની 43મી ઓવર ચાલી રહી હતી. ક્લાસેન એ જ ઓવરમાં આઉટ થઈ ગયો અને સદી ચૂકી ગયો. જેનાં કારણે તે ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે સ્ટમ્પને લાત મારી હતી. આ કારણે મેચ રેફરી રિચી રિચર્ડસને ક્લાસેન પર પેનલ્ટી લગાવી હતી.

ક્લાસેનને તેની મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને 330 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ ટાર્ગેટ સામે દક્ષિણ આફ્રિકાની ટીમ 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમે તેની છેલ્લી વિકેટ ક્લાસેનના રૂપમાં ગુમાવી હતી. ક્લાસને 74 બોલનો સામનો કરીને 97 રન બનાવ્યાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *