Adani Groupને મોટો ફાયદો મળ્યો,ધારાવી પ્રોજેક્ટ પર કબજો

Share:

Mumbai,તા.૨૦

બોમ્બે હાઈકોર્ટે મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટીના પુર્નવિકાસ યોજનાને અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડને આપવા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીને  શુક્રવારે ફગાવી દેવામાં આવી છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડી. કે. ઉપાધ્યાય  અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે કહ્યું કે, અરજીમાં ઉઠાવવામાં આવેલા આધારની કોઈ યોગ્યતા નથી. ટેન્ડર રદ કરવા અને નવું ટેન્ડર બહાર પાડવાના સરકારના પગલાને પડકારવામાં અરજદાર નિષ્ફળ ગયા છે.

સંયુક્ત આરબ અમીરાત સ્થિત સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને અદાણી ગ્રુપને પ્રોજેક્ટ આપવાના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજી કરી હતી. સેકલિંક ટેક્નોલોજી કોર્પોરેશને ૨૦૧૮ના ટેન્ડરને રદ કરવા અને ત્યાર પછી ૨૦૨૨માં અદાણીને આપેલા ટેન્ડર મુદ્દે પડકાર ફેંક્યો હતો. અદાણી ગ્રુપે ૨૫૯ હેક્ટર ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સૌથી વધુ બોલી લગાવી હતી. તેણે ૨૦૨૨ની ટેન્ડર પ્રક્રિયામાં રૂ. ૫,૦૬૯ કરોડની ઓફર સાથે આ સિદ્ધિ મેળવી હતી.

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ધારાવી પ્રોજેક્ટનો મુદ્દો ગરમાયો હતો. વિપક્ષી દળે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી), જો સત્તા પર આવે તો, એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસ માટે અદાણી જૂથને આપવામાં આવેલી તમામ જમીન પાછી લેવાનું અને પ્રોજેક્ટને સંપૂર્ણપણે રદ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ વિધાનસભા ચૂંટણીમાં યુબીટીને સતા ના મળી હોવાથી મહાયુતિની જીત થઈ હોવાથી અદાણીને પ્રોજેક્ટ મળ્યો હોવાની ચર્ચાઓ ફેલાઈ છે. હવે હાઈકોર્ટના આ નિર્ણય બાદ અદાણી ગ્રુપને મોટો ફાયદો થયો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *