ઠંડીની મોસમ છે. હવામાં શુષ્કતા વધી છે. આ મોસમમાં આપણે આપણા હોઠ અને ચહેરાની અતિશય દેખરેખ શરૂ કરી દેવી જોઈએ. ઠંડીની મોસમમાં શુષ્ક અને ફાટેલા હોઠની સમસ્યા લગભગ દરેક મહિલાને હોય છે. કેટલાક માટે તો લિપબામ સાથે રાખવું એટલું જ જરૂરી હોય છે જેટલું કે પાકિટ, કારણ કે હોઠ પર તેલની ગ્રંથિઓ નથી હોતી કે ન તેની પર કુદરતી રીતે સુરક્ષા આપતા વાળ હોય છે. આ જ કારણ છે કે હોઠ જલદી શુષ્ક થઈ જાય છે અને ફાટવા લાગે છે. ત્યારે ઠંડીની મોસમમાં તમારા હોઠની દેખરેખ માટે આ ઉપાય અજમાવો થ
– હોઠની ભીનાશ
સ્કિન માટે સૌથી વધારે જરૂરી હોય છે. તેને જરૂરી ભીનાશ પ્રદાન કરવી. સ્કિન અને હોઠમાં જરૂરી ભીનાશ જાળવી રાખવા માટે દરેક મોસમમાં શરીરને પાણીની જરૂર હોય છે અને ઠંડીની મોસમમાં પણ જરૂરી પાણી પીવું.
– જીભ પર કાબૂ રાખો
હોઠ પર વારંવાર જીભ ફેરવવાથી હોઠ શુષ્ક થઈ જાય છે કે તેની સ્કિન ખેંચાવા લાગે છે. ત્યારે હોઠને મુલાયમ અને ભીના રાખવા માટે મોઈશ્વરની જરૂર પડે છે તેથી હોઠ પર જીભ ફેરવવાની ટેવ છોડી દો.
– આહારમાં વિટામિન બી સામેલ કરો
વિટામિન ‘બી ‘ જરૂરી માત્રામાં ન લેવાથી ન માત્ર તમારા પાચનતંત્રને અસર થાય છે, પરંતુ તેનાથી તમારા હોઠના સ્વાસ્થ્ય પર અસર થાય છે. હોઠની કિનારી અને મોંના ખૂણા સુકાઈને ફાટી જાય છે. વિટામિન બીની કમીથી મોં માં અલ્સર પણ થઈ જાય છે. ઠંડીમાં હોઠને સ્વસ્થ બનાવી રાખવા માટે જરૂરી માત્રામાં વિટામિન બી લો.
– ધૂમ્રપાન ન કરો
ધૂમ્રપાનથી હોઠ કાળા અને શુષ્ક થઈ જાય છે. માટે હોઠના ગુલાબી રંગ માટે તરત જ ધૂમ્રપાન છોડી દો. સિગારેટ પીવાવાળાના હોઠ કાળા રહે છે.
– ઘરેલુ નુસખા
મધ અને લીંબુના થોડા ટીપાં મિક્સ કરીને નિયમિત રીતે હોઠ પર લગાવો. આનાથી હોઠની રંગત સારી થશે અને તે મુલાયમ પણ રહેશે. તેલ પણ હોઠ માટે સારું હોય છે. તમે ઓલિવ ઓઈલ, સરસવનું તેલ કે લવિંગનું તેલ હોઠ પર લગાવી શકો છો. તેનાથી હોઠ મુલાયમ અને ચમકદાર રહેશે. કેસ્ટર ઓઈલ પણ હોઠ માટે ફાયદાકારક છે. તે હોઠને ફાટવાથી કે રંગ ખરાબ થવાથી બચાવે છે.
– હોઠ માટે કોસ્મેટિક પ્રોસિજર
જેમના હોઠ પાતળા છે અને તેઓ તેમાં ઉભાર ઈચ્છે છે, તેમના માટે ડર્મલ ફિલર જુવેડર્મ ફાયદાકારક અને અસરકારક વિકલ્પ છે. જ્યારે તે હોઠ પર લગાવવામાં આવે છે, ત્યારે હ્યાલુરોનિક એસિડ બેઝ ફિલર હોઠને ઉભારે છે. હાઈડોફિલિક જેલ પણ હોઠમાં ભીનાશને વધારે છે શુષ્ક અને ફાટેલા હોઠને ભીનાશ પ્રદાન કરે છે. તેની અસર ૬ થી ૯ મહિના સુધી કાયમ રહે છે.
– યૂવી કિરણોથી સુરક્ષા
ગરમીના દિવસોમાં આપણે વધારે પડતો સમય ઘરમાં જ રહેવા ઈચ્છીએ છીએ, પરંતુ ઠંડીમાં તેનાથી વિપરીત વધારે સમય સુધી બહાર રહેવાનું પસંદ કરીએ છીએ. તેથી સૂર્યના યૂવી કિરણોના સંપર્કમાં આવવાથી હોઠની રંગત નિરસ થઈ જાય છે. આમ સ્કિનની જેમ હોઠની પણ યૂવી કિરણોથી સુરક્ષિત રાખવાની જરૂર હોય છે. હોઠને શુષ્ક અને કાળા થવાથી બચાવવા માટે એવા બામ કે જેલનો ઉપયોગ કરો, જે સૂર્યના યૂવી કિરણોથી સુરક્ષા આપે છે.
– ઠંડી માટે યોગ્ય લિપસ્ટિક
જો તમે લિપસ્ટિક લગાવો છો તો એવી લિપસ્ટિક ખરીદો, જેમાં સારી માત્રામાં મોઈશ્ચરાઈઝર પણ હોય. લિપસ્ટિક લગાવીને ક્યારેય ઊંઘો નહીં.
ઊંઘતા પહેલાં તેને સાફ કરી લો અને કોઈ સારું મોઈશ્ચરાઈઝર લિપ બામ લગાવો. એવો બામ ન લગાવો જેમાં ગ્લિસરીન, આલ્કોહોલ, કેમિકલવાળા તત્ત્વ કે રેટિનોલ હોય.
– હોઠને પણ જોઈએ સ્ક્રબિંગ
હોઠના રંગ ગુલાબી રાખવા માટે તેના પર નિયમિત રીતે સ્ક્રબ લગાવવાની જરૂર હોય છે. હોઠને સ્ક્રબ કરવા માટે તમે ઓલિવ ઓઈલ અને શુગર પાઉડરને મિક્સ કરી ઉપયોગ કરી શકો છો.
– હોઠની રંગત સુધારો
હોઠને કાળા થવાથી બચાવવા ઈચ્છો છો, તો લીંબુનો ઉપયોગ કરો. લીંબુમાં પ્રાકૃતિક બ્લીચ હોય છે, જેનાથી હોઠ પરના ડાઘ સરળતાથી આછા થઈ જાય છે. હોઠને ગુલાબી રંગ આપવા, તેમને ઠંડા રાખવા, મોઈશ્ચરાઈઝર કરવા અને એક્સફોલિયેટ કરવા માટે બીટ અને ગુલાબજળનો ઉપયોગ કરો. તમે ગુલાબજળના થોડા ટીપાં મધમાં મિક્સ કરીને પણ હોઠ પર લગાવી શકો છો. તમારા હોઠને પોષણ અને ભીનાશ આપવા માટે તમે તેનો ઓલિવ ઓઈલથી મસાજ પણ કરી શકો છો. હોઠને કુદરતી રીતે ગુલાબી બનાવવા માટે દાડમના રસના થોડા ટીપાને હોઠ પર મસળો. દાડમના રસમાં પાણી અને ક્રીમ મિક્સ કરી હોઠ પર લગાવો.