Mithapur કલ્યાણપુર પંથકમાં પરપ્રાંતિય યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો

Share:

Mithapur તા.૧૪

છોટા ઉદેપુર તાલુકાના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના ગઢકા ગામે રહેતા મહેશભાઈ રાઠવા નામના ૨૫ વર્ષના આદિવાસી યુવાન છેલ્લા કેટલાક સમયથી અંગત બીમારીના કારણે ગુમસુમ રહેતા હોય, ગઈકાલે શુક્રવારે તેમણે એક આસામીની વાડીએ આવેલી ઓરડીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ ખુલસિંગ સેંગલાભાઈ રાઠવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

કલ્યાણપુર તાલુકાના નગડીયા ગામની સીમમાં રહેતો ૧૬ વર્ષનો તરુણ શુક્રવારે મોડી સાંજના સમયે તેના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યો હતો. ત્યારે કલ્યાણપુરથી આશરે ૨૮ કિલોમીટર દૂર ધતુરીયા ગામના પાટીયા પાસે પહોંચતા માર્ગ પર કોઈપણ પ્રકારની પાર્કિંગ લાઈટ ચાલુ રાખ્યા વગર કે આડસ અને સિગ્નલ રાખ્યા વગર પાર્ક કરેલા .૩૨..૯૬૭૪ નંબરના એક ટ્રકની પાછળના ભાગે મોટરસાયકલ અથડાતા તેને માથાના ભાગે તેમજ શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક તરુણના પિતા કારૂભાઈ ધારાણી (ઉ.વ. ૪૫, રહે. નગડીયા ગામની સીમ)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે .૩૨..૯૬૭૪ નંબરના ટ્રકચાલક સામે બેદરકારી દાખવવા બદલ ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *