MCX વિક્લીમાર્કેટરિપોર્ટ 

Share:

સોનાના વાયદાના ભાવમાં રૂ.1,493નો સાપ્તાહિક ધોરણે ઉછાળોઃ ચાંદીમાં રૂ.209 અને ક્રૂડ તેલમાં રૂ.173ની વૃદ્ધિ

કોટનખાંડી વાયદો સપ્તાહ દરમિયાન રૂ.770 ઘટ્યોઃ કપાસિયા વોશ તેલ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈઃ નેચરલ ગેસમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.1,58,842 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.13,24,123 કરોડનું ટર્નઓવરઃ બુલડેક્સ વાયદામાં રૂ.14 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 6થી 12 ડિસેમ્બર સુધીના સપ્તાહ દરમિયાન 139,42,906 સોદાઓમાં કુલ રૂ.14,82,979.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,58,842.31 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.13,24,123.59 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,38,192 સોદાઓમાં રૂ.1,00,911.71 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.76,676ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.79,120 અને નીચામાં રૂ.76,311ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,493ના ઉછાળા સાથે રૂ.77,969ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.912ની તેજી સાથે રૂ.62,528 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.71 વધી રૂ.7,734ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,327ના ઉછાળા સાથે રૂ.77,400ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.92,690ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.96,589 અને નીચામાં રૂ.91,843ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.209 વધી રૂ.92,633ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.191 વધી રૂ.92,616 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.184 વધી રૂ.92,603 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,17,452 સોદાઓમાં રૂ.16,099.03 કરોડના વેપાર થયા હતા. તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.822.00ના ભાવે ખૂલી, રૂ.2.45 વધી રૂ.822.65 જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.2.25 ઘટી રૂ.243.85 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.70 ઘટી રૂ.179ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 ઘટી રૂ.287ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.90 ઘટી રૂ.244.30 સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.05 ઘટી રૂ.179.75 જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.1.70 ઘટી રૂ.287 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 9,40,703 સોદાઓમાં રૂ.41,811.18 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,794ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,002 અને નીચામાં રૂ.5,690ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.173 વધી રૂ.5,978 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.169 વધી રૂ.5,976 બંધ થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.261ના ભાવે ખૂલી, રૂ.39.30 વધી રૂ.299.60 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો 38.8 વધી 299.2 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.20.39 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.55,900ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,900 અને નીચામાં રૂ.54,600ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.770 ઘટી રૂ.54,860ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.80 ઘટી રૂ.920.70 બોલાયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.48,535.31 કરોડનાં 62,316.427 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.52,376.40 કરોડનાં 5,541.460 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.11,328.38 કરોડનાં 1,93,93,110 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.30,482.80 કરોડનાં 1,11,16,95,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,878.59 કરોડનાં 76,910 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.380.01 કરોડનાં 20,956 ટન તાંબાના વાયદાઓમાં રૂ.9,273.23 કરોડનાં 1,11,978 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.4,567.20 કરોડનાં 1,57,608 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.6.19 કરોડનાં 4,512 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.14.08 કરોડનાં 152.28 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર સપ્તાહના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,797.816 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,062.352 ટન, તાંબાના વાયદાઓમાં 22,195.000 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીમાં 21,791 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 5,347 ટન તથા જસત અને જસત-મિનીમાં 19,560 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 15,07,740 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 3,69,64,000 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 15,552 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 201.96 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.13.68 કરોડનાં 143 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 63 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 18,844 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 19,432 અને નીચામાં 18,756 બોલાઈ, 676 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 181 પોઈન્ટ વધી 19,040 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.1324123.59 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.147145.3 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14593.45 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1039936.34 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.109088.99 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *