Paris Olympics માં ભારતની સરબ જ્યોત સિંહનો ધમાકો. ભારતને બીજો bronze medal મળ્યો

Share:

New Delhi,તા.૩૦

પેરિસ ઓલિમ્પિકમાં ભારતની સરબ જ્યોત સિંહે ધમાકો કર્યો છે. ભારતે બીજો બ્રોન્જ મેડલ જીત્યો છે. મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ ધમાકો કર્યો છે. ભારતવા મનુ ભાકર અને સરબજોત સિંહે ૧૦ મીટર પિસ્ટલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં ઓહ યે જિન અને લી વોનહો ને હરાવીને ભારતને બ્રોજ મેડલ અપાવ્યો છે. બન્ને એ ૧૬-૧૦ થી આ મેડલ જીતી લીધો છે. મનુ ભાકરે ભારતને આ વખતે પહેલો ઓલંપિક મેડલ અપાવ્યો હતો

આજે (૩૦ જુલાઈ) મનુ ભાકર તેના પાર્ટનર સરબજોત સિંહ સાથે ૧૦ મીટર એર પિસ્ટલ મિક્સ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ રમવા ઉતરી, જ્યાં તેણે સરબજોત સિંહ સાથે મળીને ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. મનુ ભાકર કોઈ એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. અગાઉ, મનુએ પેરિસ ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો, આ મેડલ જીતનારી પ્રથમ ભારતીય શૂટર બની હતી. મનુએ ફાઇનલમાં કુલ ૨૨૧.૭ પોઇન્ટ મેળવ્યા હતા, જે ચાલી રહેલા પેરિસ ઓલિમ્પિકમાં ભારતનો પહેલો મેડલ હતો. ઉપરાંત, ઓલિમ્પિકના ઇતિહાસમાં ભારતનો શૂટિંગમાં આ પાંચમો મેડલ હતો.આ પહેલા કોઈ પણ ભારતીય ખેલાડી એક ઓલિમ્પિકમાં બે મેડલ જીતી શક્યો નથી. સુશીલ કુમાર અને પીવી સિંધુએ ચોક્કસપણે બે-બે મેડલ જીત્યા છે, પરંતુ આ મેડલ અલગ-અલગ ઓલિમ્પિક રમતોમાં આવ્યા છે.

૨૨ વર્ષની મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ શૂટિંગ સ્પર્ધામાં મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ, ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ અને મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં ભાગ લઈ રહી છે. તે ૨૧-સભ્ય ભારતીય શૂટિંગ ટીમમાંથી એક માત્ર એથ્લેટ છે જેણે ઘણી વ્યક્તિગત ઇવેન્ટ્‌સમાં ભાગ લીધો છે. મનુએ ૨૦૨૩ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલાઓની ૨૫ મીટર પિસ્તોલ સ્પર્ધામાં પાંચમું સ્થાન મેળવ્યા બાદ ભારત માટે પેરિસ ૨૦૨૪ ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો હતો.

વડાપ્રધાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મનુ ભાકર અને સરબજોત સિંહને મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ભારત આજે ખુબ ખુશ છે.

વડા પ્રધાને લખ્યું, “અમારા શૂટર્સ અમને ગર્વ આપતા રહે છે…અને સરબજોત સિંહને ઓલિમ્પિકમાં ૧૦ મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન. બંનેએ ઉત્તમ કૌશલ્ય અને ટીમ વર્ક દર્શાવ્યું છે. ભારત અત્યંત ખુશ છે. “મનુ માટે, આ તેનો સતત બીજો ઓલિમ્પિક મેડલ છે, જે તેની સતત શ્રેષ્ઠતા અને સમર્પણ દર્શાવે છે.”

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *