Gold and silver ના ભાવો ફરી એકવાર સળગ્યા

Share:

Mumbai,તા.10
વૈશ્વિકસ્તરે સંદર્ભ, યુદ્ધ અને તનાવના વધતા માહોલ વચ્ચે સોના-ચાંદીના ભાવોમાં વધુ એક વખત ભડકો સર્જાયો છે અને જોરદાર ભાવવધારો થયો છે. વિશ્વબજારમાં સોનાનો ભાવ 2670 ડોલર તથા ચાંદીનો ભાવ 31.99 ડોલરે પહોંચ્યો હતો. ઘરઆંગણે સોનામાં 1000 અને ચાંદીમાં 2500 રૂપિયાનો ભાવવધારો થયો હતો.

કોમોડીટી નિષ્ણાંતોના કહેવા પ્રમાણે આવતા સપ્તાહમાં અમેરિકી ફેડરલ રિઝર્વ વધુ એક વખત વ્યાજદર ઘટાડશે તેવા આશાવાદનો પ્રત્યાઘાત હતો. આ સિવાય ચીનની સેન્ટ્રલ બેંકે છ મહિના પછી ફરી સોનાની ખરીદી શરૂ કરતા માર્કેટનું માનસ બદલાયુ હતું. વિશ્વના અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો પણ નવેસરથી ખરીદીમાં ઝુકાવશે તેવો આશાવાદ ઉભો થયો છે.

જાણકારોએ કહ્યું કે, આવતા સપ્તાહમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર સ્થિર રાખે અને સાવચેતીની નીતિ અપનાવે તો ટુંકાગાળામાં સોના-ચાંદીના ભાવ પર પ્રેસર આવી શકે છે. જો કે, આ દરમ્યાન યુદ્ધ-ભૌગોલિક ટેન્શનના ઘટનાક્રમો કેવા વળાંક લ્યે છે તે મહત્વપૂર્ણ બનશે.

સીરીયામાં તખ્તાપલટને કારણે પણ સોના-ચાંદીમાં તેજીને નવુ કારણ મળી ગયુ છે. કટોકટી-ભૌગોલિક ટેન્શનમાં સોના-ચાંદી ‘સેફ હેવન’ ગણાય જ છે. ટુંકાગાળામાં જ હાજર સોનામાં 32 ડોલરનો ભાવવધારો થઈ ગયો હતો.

વૈશ્વિક તેજીને પગલે ઘરઆંગણે સોના-ચાંદીમાં તેજી થઈ હતી. કોમોડીટી એકસચેંજમાં સોનુ 77650 તથા ચાંદી 75200 હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *