Vadodara: પ્રતાપનગર રોડ પરથી હોન્ડા કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ વેચનાર વેપારીની ધરપકડ

Share:

Vadodara,તા.30

વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલા ગોડાઉનમાં કંપનીના ફિલ્ડ ઓફિસરે પોલીસને સાથે રાખી રેડ કરી હતી. ત્યારે ગોડાઉનમાંથી હોન્ડા કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝ ઝડપાઈ હતી. જેથી પોલીસે ગોડાઉન માલિકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના પ્રતાપનગર રોડ પર આવેલ ગીતામંદિર પાસે શાંતિ ચેમ્બરના બીજા માળે આવેલા ગોડાઉનમાં હોન્ડા કંપનીની ડુબલીકેટ એસેસરીઝનો વેચાણ કરવામાં આવતું હોવાની માહિતી કંપનીને મળી હતી. જેના આધારે કંપનીના ફિલ્ડ ઓફિસરે વાડી પોલીસને સાથે રાખી ગીતામંદિર પાસેના ગોડાઉનમાં તપાસ કરતા હોન્ડા કંપનીના એક્ટીવાના ડુપ્લિકેટ એસેસરીઝ રાખવા અને વેચાણ કરવામાં આવતું હતું. જેથી આ બાબતે એસેસરીઝનો વેચાણ કરવા બદલ તેમની પાસે આધાર પુરાવો કે બીજો કોઈ ઓથોરાઈઝ કંપનીનુ પરમીશન લેટર છે કે કેમ? તે બાબતે પુછતાં પોતે તેમની પાસે કોઈ આધાર પુરાવો નહી હોવાનુ જણાવ્યું હતું. તેથી પોલીસે ગોડાઉનમાંથી પોલીસે 50 હજારની ડુપ્લીકેટ એસેસરીઝ કબજે કરી ગુડાઉનના માલીક લક્ષ્મણ પારસમલ શર્માની ધરપકડ કરી આગળની કર્યા હાથ ધરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *