વડાપ્રધાન મોદીએ Sonia Gandhi ને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

Share:

New Delhi,તા.૯

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા અને તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસ અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધીએ સ્વાસ્થ્યના કારણોસર છેલ્લા કેટલાક સમયથી સક્રિય રાજનીતિથી પોતાને દૂર રાખ્યા છે. તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા પાર્ટીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. સોનિયા ગાંધી રાજ્યસભાના સભ્ય અને કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ છે. તે સોમવારે ૭૮ વર્ષની થઈ. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ ‘એકસ’ પર લખ્યું, “શ્રીમતી સોનિયા ગાંધીને જન્મદિવસની શુભેચ્છા. હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.”

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત ઘણા નેતાઓએ પણ પૂર્વ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના ૭૮માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. ખડગેએ સોનિયાને હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના અધિકારોની “સાચી સમર્થક” ગણાવી. તેમણે કહ્યું કે જાહેર જીવનમાં સોનિયાના યોગદાનથી લાખો લોકોને પ્રેરણા મળી છે. એક પોસ્ટમાં સોનિયા ગાંધીને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી જાહેર જીવનમાં તેમના યોગદાનથી લાખો લોકોને પ્રેરણા મળી છે. હું સોનિયા ગાંધીના લાંબા આયુષ્ય અને સ્વસ્થ જીવનની કામના કરું છું.

કોંગ્રેસના મહાસચિવ અને સંગઠન પ્રભારી કેસી વેણુગોપાલે પણ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીને તેમના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી અને તેમને “આપણા સમયના પ્રતિષ્ઠિત નેતા” ગણાવ્યા હતા. કોંગ્રેસે તેના અધિકૃત ’એક્સ’ હેન્ડલ પર સોનિયા ગાંધીના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ એવા નેતા છે જેમની ભારતમાં પ્રતિબદ્ધતા અને વિશ્વાસ અને પાર્ટીના સ્થાપક સિદ્ધાંતો પ્રેરણાદાયી છે.આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ અને કોંગ્રેસ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓએ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવી હતી

Leave a comment

Your email address will not be published. Required fields are marked *