Mangolતા ૭
માંગરોળ તાલુકાના કરમદી ચિંગરીયા ગામે કૃષિ મહોત્સવ ૨૦૨૪ અંતર્ગત બીજા દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં માંગરોળ અને કેશોદ વિસ્તારના બંને ધારાસભ્ય દેવાભાઈ માલમ માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા અને ઉપસ્થિત રહેલ હતા. તેમજ આસિસ્ટન્ટ કલેકટર અને પ્રાંત અધિકારી કેશોદ વંદનાબેન મીણા પણ ઉપસ્થિત રહેલા હતા. તેમજ કાર્યક્રમ ના નોડલ અધિકારી ડી.જી. રાઠોડ, મામલતદાર હર્ષે પરમાર માંગરોળ અને તાલુકા વિકાસ અધિકારી આર.વી.ઓડેદરા માંગરોળ કૃષિ યુનિવર્સિટી ના ડૉ.ભૂવા અને વાઢેર સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા બહોડી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી કૃષિ વૈજ્ઞાનિક શ્રી ઓ પાસેથી આધુનિક ખેતી અને ખેતીમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ બાબતે માહિતી મેળવી હતી તેમજ પ્રાકૃતિક ખેતી અંગે પણ ખેડૂતોને માહિતગાર કરવામાં આવેલ હતા. પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરી અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપેલું હતું. આ કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવેલા હતા જેમાં પ્રાકૃતિક ખેતી આધારિત પેદાશો ટ્રેક્ટર, રોટાવેટર, તેમજ ડ્રિપ ઇરીગેશન, ખેતી ને લગતા જુદા જુદા સંસાધનો નું પ્રદર્શન ગોઠવવામાં આવેલ હતું, તેમજ કૃષિ યુનિવર્સિટી દ્વારા સ્ટોલમાં ખેડૂતોને કૃષિને લગતી માહિતી આપવામાં આવેલી હતી ત્યારબાદ ખેડૂતોને વિવિધ સહાય અંતર્ગત વિવિધ ઘટકોના પૂર્વ મંજૂરી લેટર વિતરણ કરવામાં આવેલ હતા. ત્યારબાદ પ્રાકૃતિક ફાર્મ ની મુલાકાત લઇ ખેડૂતોને રૂબરૂ માર્ગદર્શન પણ આપવામાં આવેલ હતું. આમ આજના સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરમદી ચિંગરીયા ગામના તલાટી મંત્રી શ્રી રમેશભાઈ વાઢેર દ્વારા કરવામાં આવેલ હતું.