Babra ના ચમારડી ગામે પવનચક્કીના પોલ નાખવા મુદ્દે ખેડુતોની સ્થિતિ કફોડી

Share:

તળાવ ના બંધારા રોડ રસ્તા સહિતમાં થતું નુકશાન અટકાવવા ખેડુતો સવાર થી રસ્તા ઉપર બેઠા

Babra તા.૭

બાબરા તાલુકાના ચમારડી ગામે છેલ્લા કેટલાક સમયથી પવનચક્કી કંપની સહિત ના કોન્ટ્રાકટર દ્વારા ખેડુતો ની જમીન સહિત સરકારી પડતર ગૌચર અને તળાવ બંધારા સહિત માં વ્યાપક નુકશાન થતા હોવાની બુમ વચ્ચે મોટી સંખ્યા માં ખેડુતો દ્વારા તા.૬ ના રોજ તાલુકા મામલતદાર કચેરી ખાતે નુકશાન કરનાર તમામ સામે પગલા ભરવા માંગ ઉઠાવી હતી તેમ છતાં આજે યોગ્ય કરવા માં નહી આવતા ખેડુતો દ્વારા સ્થળ ઉપર પહોચી અને કામગીરી થનાર રસ્તા ઉપર બેસી પોતાનો વિરોધ નોંધાવી કામગીરી સબબ વાહન પસાર થતા અટકાવ્યા હતા અને ન્યાય નહી મળે ત્યાં સુધી રસ્તા ઉપર બેસવા પોતાનો નોર્ધાર જાહેર કરેલો છે

મળતી વિગત મુજબ ખેડુતો દયાળભાઈ કાનજીભાઈ અસલાલીયા તથા જીવણભાઈ પીઢડીયા સહિત ની મામલતદાર કચેરી ખાતે થયેલી રજુઆત માં ચમારડી ગામે ઓટું વિંડ ફાર્મ પ્રોજેક્ટ પવનચક્કી ઉભી થયેલી છે અને તેમાં થી પાવર પસાર કરવા માટે ની લાઈન ચમારડી ના તળાવ ના બંધારા અને પાળા ઉપર પસાર કરવા કામગીરી કોન્ટ્રાકટર રાકેશ ડેર અને તેમના માણસો દ્વારા કરવા માં આવી રહી છે તેમના દ્વારા તળાવ નો પાળો આશરે ૧ મીટર ઊંડો અને ૧૦૦ મીટર જેટલો લંબાઈ માં તોડી મોટું નુકશાન આચરેલ છે સાથો સાથ ખેડુતો ની જમીન માં આવેલી થોર ની વાડ કાઢી અને વાહનો હંકારી મોટું નુકશાન આચરેલ છે તળાવ પાળા ના નુકશાન થી ખેડુતો ની ૭૦૦ વીઘા ઉપરાંત ની જમીનો નું ભવિષ્ય માં નુકશાન થવા તેમજ પાણી ના વ્હાવથી પાક બળી જવા ભીતિ સેવવા માં આવે છે પવન ચક્કી ના કોન્ટ્રાકટર કોઈ પ્રકારે મંજુરી કે પરવાનગી મેળવ્યા વગર કામગીરી કરી રહ્યા છે આ બાબતે તાલુકા મામલતદાર કચેરી ખાતે યોગ્ય કરવા રજુઆત છતાં કોઈ કામગીરી તંત્ર દ્વારા કરવા માં આવતી નથી જેથી આજે ખેડુતો દ્વારા પવનચક્કી કોન્ટ્રાકટર દ્વારા થતી કામગીરી ના રસ્તા ઉપર એકઠા બની અને કામગીરી માટે આવતા વાહનો આડા ઉભા રહ્યા હતા અને સ્થળ ઉપર બેસી બપોર નું ભોજન ત્યાં લીધું હતું વધુ માં ન્યાય નહી મળે ત્યાં સુધી વાહન ચલાવવા ના રસ્તા ઉપર બેસી રહેવા એલન આપ્યું હતું

Leave a comment

Your email address will not be published. Required fields are marked *