જૈનધર્મનું ચાલકબળ ‘ચર્તુવિધ સંઘ’ છે. જે સાધુ-સાધ્વી-શ્રાવક. શ્રાવિકાનો બનેલો છે. દેવ દિવાળીના દિવસે એટલે કે કારતક સુદ ૧૪-૧૫ ના રોજ જૈન સાધુ સાધ્વજીઓના ચાર્તુમાસ પૂર્ણ થતાં હોય છે અને તેઓએ તે સ્થાનક-ઉપાશ્રય ખાલી કરીને છોડી દઈને અન્યત્ર જવાનું હોય છે. આ ક્રિયા ફરજીયાત છે. હવે પછીનું ચાર્તુમાસ આષાઢ મહિનાની સુદ ૧૪-૧૫ શરૂ થશે. આ બે વચ્ચેના ગાળાને ‘શેષકાળ’ કહેવાય છે. ગુજરાત રાજસ્થાનમાં લગભગ ગામે ગામે જૈનોની વસ્તી છે અને નાના મોટાં ઉપાશ્રયો આવેલા છે. ભારતમાં અન્યત્ર પણ જૈનસંઘો-ઉપાશ્રયો આવેલાં છે. ચાર્તુમાસ શરૂ થવાના આશરે ત્રણ-ચાર મહિના પહેલાં જે. તે સંપ્રદાયના આચાર્યશ્રી તથા તે સંપ્રદાયના વડા તેમની આજ્ઞાામાં વિચરતાં સાધુ-સાધ્વિઓના ચાર્તુમાસ નક્કી કરતાં હોય છે. ચાર્તુમાસ નક્કી કરતાં અગાઉ અનેક પરિબળો ધ્યાને લેવાતાં હોય છે. જે તે ગામનું કદ, તેનો સંઘ અને ઉપાશ્રયની વિનંતીઓ, કેટલાં ઠાણાં (વ્યક્તિઓ) નભી શકશે, ઉપાશ્રયની હાલત, જે સાધુ-સાધ્વીજીઓને તે સ્થળે જવું છે કે કેમ ? વગેરે વગેરે.
સાધુ-સાધ્વીજીઓ શેષકાળ દરમ્યાન વચ્ચે આવતાં ગામોમાં ‘ટૂંકું’ રોકાણ કરતાં હોય છે. જ્યાં તેઓ વ્યાખ્યાન દરમ્યાન અહિંસા વગેરે બાબતે ઉપદેશ આપતાં હોય છે. જૈન સાધુ સાધ્વિજીઓના વૃંદ પાસે તેમનાં નિશ્ચિત કરેલી સંખ્યામાં પહેરવાના કપડાં, ગોચરી (ભીક્ષા) લાવવા માટેના પાત્રાં, કેટલાંક પુસ્તકો હોય છે. સુવા માટેનું પાગરણ જ્યાં ઉતર્યા હોય તે ઉપાશ્રયમાં ઉપલદ્ધ હોય છે તે વાપરતાં હોય છે. જૈન ઉપાશ્રયમાં ઇલેક્ટ્રીક લાઈટ-પંખા હોતાં નથી, હવેના નવા ઉપાશ્રયમાં ફીટ કરેલાં હોય તો પણ તેઓ વિજળી દીવા. પંખા, છરૂઝ્ર ્ફ વાપરતાં નથી. શેષકાળ દરમ્યાનના ટૂંકા રોકાણ બાદ તેઓ જ્યાં જવા ઇચ્છતાં હોય તે ગામના જૈનસંઘ સાથે, જ્યાં ઉતર્યા હોય તે સંઘના સભ્યો વાતચીત કરીને તેમનો વિહાર ચોક્કસ અને સરળ કરતાં હોય છે. આ પ્રક્રિયા સતત ચાલતી હોય છે. શેષકાળના અંતે જ્યારે તેઓને તેમનાં આગામી ચાર્તુમાસ અંગેના સ્થળની જાણ થાય, ત્યારબાદ તેઓ વિહારનું અંતર જાણીને તે તરફ પ્રયાણ-વિહાર કરતાં હોય છે. અને અષાઢસુદ ૧૪-૧૫ પહેલા તેઓ નવા સ્થળે પહોંચી જતાં હોય છે. તેઓ પગમાં ચંપલ, જૂતા પહેરતાં હોતાં નથી. ઉમરલાયક સાધુઓ લુગડાના બુટ પહેરતાં હોય છે. અશક્ત સાધુ-સાધ્વિ વ્હીલચેરમાં જતાં હોય છે. વ્હીલચેર તેમનાં શિષ્ય- શિષ્યોએ ચલાવતાં હોય છે.
કોઈ એક ગામમાં ચાતુર્માસ વિતાવ્યા બાદ તે પછી બે- ચાર વર્ષ સુધી તે સ્થળે ચાતુર્માસ મળતું નથી. સમીસાંજ પછી સાધુના ઉપાશ્રયમાં સ્ત્રીઓ જઇ શકતી નથી. તેવી જ રીતે સાધ્વીજીના ઉપાશ્રયમાં પુરુષો જઈ શકતાં નથી. ડોકટરી સારવાર એ જુદી બાબત છે. ચાતુર્માસના ચાર મહિના દરમ્યાન ગુરુઓ પાસે વિધાભ્યાસ, તપ વગેરે કરતાં હોય છે. આ પ્રતિક્ષા સતત ચાલતી રહે છે. જે તે સંઘ અને તેના સંચાલકો સાધુ સાધ્વીજીઓના વર્તન-ચરિત્ર વગેરે ઉપર ચાંપતી નજર રાખતાં હોય છે. તેઓને કંઈ તકલીફ ન પડે તેનું પણ વિશેષ ધ્યાન રાખતાં હોય છે.