વિશ્વ દિવ્યાંગ દિવસે પાલીતાણા ખાતે બી.આર.સી.ભવનમાં દિવ્યાંગ બાળકો માટે પ્રેરણાપર્વની ઉજવણી કરવામાં આવી હતી.
Palitana,તા.05
આ પ્રસંગે આરોગ્ય વિભાગ દ્વારા દિવ્યાંગ બાળકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવેલ અંદાજીત ૧૦૦ કરતા પણ વધુ લાભાર્થીઓ દ્વારા આ કાર્યક્રમની ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવેલ, દિવ્યાંગ બાળકો માટે સરકારશ્રીની વિવિધ યોજના અંગે માહિતી આપવામાં આવેલ તથા ચિત્રસ્પર્ધા તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટની પ્રવૃત્તિ કરાવવામાં આવેલ ઉપસ્થિત તમામ દિવ્યાંગ બાળકોને આઈ.ઈ.ડી.વિભાગ દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ, આ કાર્યક્રમમાં ડી.ડી.રામાનુજ ટી.પી.ઇ.ઓ.શ્રી પાલિતાણા ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને તથા વાલીને પ્રોત્સાહિત કરેલ તેમજ JCI-પાલીતાણા પ્રમુખ ઉપસ્થિત રહેલ હતા દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શક્તિઓને નિહાળી JCI દ્વારા બાળકોનાં આગામી કાર્યક્રમ માટે અનુદાનની રાશી જાહેર કરેલ હતી, આ કાર્યક્રમને સફળ બનાવવા ધર્મેન્દ્રસિંહ પરમાર બી.આર.સી.કો.ઓર્ડીનેટરશ્રી પાલિતાણા તેમજ સમગ્ર આઈ.ઈ.ડી.વિભાગ, પાલિતાણા દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.