IPL 2025માં RCBની કૅપ્ટનશીપ દિગ્ગજ ભારતીયને મળવાની શક્યતા

Share:

New Delhi,તા.03

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના નવા કૅપ્ટનને લઈને ખૂબ અટકળો લગાવાઈ રહી છે. આઇપીએલ 2024માં આરસીબીની કૅપ્ટનશિપ કરનાર ફાફ ડુ પ્લેસિસ હવે ટીમનો ભાગ નથી. બીજી તરફ ફ્રેંચાઈઝીએ પણ અત્યાર સુધી નવા કૅપ્ટનની જાહેરાત કરી નથી. સોશિયલ મીડિયા પર ચાહકોની વચ્ચે ચર્ચા ચાલી રહી છે કે વિરાટ કોહલીને એક વખત ફરીથી ટીમનો કૅપ્ટન બનાવવો જોઈએ. હવે એક ખેલાડીનું નામ સામે આવી રહ્યું છે જે આરસીબીનો નવો કૅપ્ટન બની શકે છે.

RCB ની પાસે સારો વિકલ્પ 

અત્યાર સુધી આરસીબીના નવા કૅપ્ટન તરીકે વિરાટ કોહલીનું નામ જ સૌથી આગળ ચાલી રહ્યું છે. જોકે હજું કંઈ નક્કી થઈ શક્યું નથી. આ સિવાય કૃણાલ પંડ્યાને આરસીબીના નવા કૅપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે આ વખતે કૃણાલને રિલીઝ કરી દીધો હતો. 

જે બાદ મેગા ઑક્શનમાં કૃણાલ પર આરસીબીએ વિશ્વાસ વ્યક્ત કર્યો. આરસીબીએ મેગા ઓક્શનમાં કૃણાલ 5.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે પરંતુ હવે અટકળો લગાવાઈ રહી છે કે ન વિરાટ કોહલી અને ન કૃણાલ પંડ્યા પરંતુ આ ત્રીજો ખેલાડી આરસીબીનો નવો કૅપ્ટન બની શકે છે.

ભુવનેશ્વર કુમાર બની શકે છે કૅપ્ટન

ગત 11 વર્ષથી સનરાઇઝર્સ હૈદરાબાદ માટે રમનાર ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર આ વખતે આરસીબીનો ભાગ છે. મેગા ઓક્શનમાં આરસીબીએ ભુવીને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જે બાદ હવે ભુવનેશ્વરને પણ નવા કૅપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે.

આઇપીએલમાં પહેલા પણ ભુવનેશ્વર કૅપ્ટનશિપ કરી ચૂક્યો છે. જો વિરાટ કોહલી કૅપ્ટન બનવાથી ઇન્કાર કરી દે છે તો પછી શક્ય છે કે ફ્રેંચાઇઝી ભુવનેશ્વર કુમારને આરસીબીનો નવો કૅપ્ટન બનાવી દે. જોકે આ મુદ્દે હજુ સુધી ફ્રેંચાઇઝી તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *