Health કે LifeInsurance પર ઘટાડવામાં આવી શકે છે ટેક્સ

Share:

New Delhi, તા.૨

જીએસટી પરિષદ જો હેલ્થ કે લાઈફ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોમાં ઘટાડાની ભલામણ કરે છે તો પોલિસીધારક માટે વીમાનો ખર્ચ ઓછો થવાની આશા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ વાત કહી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે ’જીએસટી પરિષદે ૯ સપ્ટેમ્બરની પોતાની બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટીથી સંબંધિત મુદ્દાઓ પર સંપૂર્ણપણે વિચાર કરવા માટે મંત્રીઓના એક જૂથની રચનાની ભલામણ કરી હતી. લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોની સમીક્ષાનો મામલો જીઓએમની સમક્ષ પેન્ડિંગ છે. જો જીએસટી પરિષદ તરફથી જીએસટી દરમાં ઘટાડાની ભલામણ કરવામાં આવે છે તો જીએસટી ઘટાડવાથી પોલિસી ધારક માટે ઈન્શ્યૉરન્સના ખર્ચમાં ઘટાડો થવાની આશા છે.’

જીએસટી દર ઈન્શ્યૉરન્સ પ્રીમિયર પર અલગથી લાગુ થાય છે તેથી જો જીએસટી દર ઓછા થઈ જાય છે તો તેનાથી પોલિસીધારકને સીધો લાભ મળવાની આશા છે. ખાસ કરીને પ્રતિસ્પર્ધી માર્કેટમાં જ્યાં ઘણી વીમા કંપનીઓ છે. તેનાથી વીમાનો ખર્ચ એક મર્યાદા સુધી ઓછો થઈ જશે. વર્તમાનમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પોલિસીઓ માટે ચૂકવણી માટે જતાં પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી લગાવવામાં આવે છે.

સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી પરિષદની બેઠક ૨૧ ડિસેમ્બરે થવાની છે, જેમાં રાજ્ય સરકારોના મંત્રી પણ સામેલ હશે. આ બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટી ઘટાડવા માટે મંત્રી જૂથના રિપોર્ટ પર ચર્ચા થવાની આશા છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હેલ્થ સર્વિસ અને લાઈફ ઈન્શ્યૉરન્સ પોલિસીઓથી ૧૬,૩૯૮ કરોડ રૂપિયા જીએસટી એકત્ર કરી હતી. જેમાં લાઈફ ઈન્શ્યૉરન્સથી ૮,૧૩૫ કરોડ રૂપિયા અને હેલ્થ ઈન્શ્યૉરન્સથી ૮,૨૬૩ કરોડ રૂપિયાનો જીએસટી સંગ્રહ કરવામાં આવ્યો હતો.

આ સિવાય ગત નાણાકીય વર્ષમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર રિઈન્શ્યૉરન્સથી જીએસટી દરમાં ૨,૦૪૫ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા, જેમાં લાઈફ પર રિઈન્શ્યૉરન્સથી સંગ્રહ કરવામાં આવેલા ૫૬૧ કરોડ રૂપિયા અને હેલ્થ કેર રેવન્યુ ૧,૪૮૪ કરોડ રૂપિયા સામેલ છે. 

જીએસટી પરિષદની બેઠક ૨૧ ડિસેમ્બરે જેસલમેરમાં થવાની છે. જેમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટીના મુદ્દા પર વિચાર કરવાની આશા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર રચિત મંત્રી જૂથની પહેલી બેઠક ૧૯ ઓક્ટોબરે થઈ.

મામલાથી જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રી જૂથે ટર્મ લાઈફ ઈન્શ્યૉરન્સ પોલિસીઓ અને વરિષ્ઠ નાગરિકોના હેલ્થ ઈન્શ્યૉરન્સ માટે ચૂકવણી કરનાર ઈન્શ્યૉરન્સ પ્રીમિયમને જીએસટીથી છૂટ આપવા પર મોટા પાયે સંમતિ વ્યક્ત કરી છે. આ સિવાય વરિષ્ઠ નાગરિકો સિવાય અન્ય વ્યક્તિઓ તરફથી ૫ લાખ રૂપિયા સુધીના હેલ્થ ઈન્શ્યૉરન્સ માટે ચૂકવણી કરવામાં આવેલા પ્રીમિયમ પર જીએસટીથી છૂટ આપવાનો પ્રસ્તાવ છે.

 જોકે, ૫ લાખ રૂપિયાથી વધુના હેલ્થ ઈન્શ્યૉરન્સ કવર વાળી પોલિસીઓ માટે ચૂકવણી કરવામાં આવેલા પ્રીમિયમ પર ૧૮ ટકા જીએસટી છૂટ રહેશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *